વડોદરા પર હવે વિશ્વામિત્રીના પૂરનો ખતરો.

બુધવારે 18 ઈંચ વરસાદે વડોદરાને ઘમરોળ્યા બાદ હવે વડોદરા પર વિશ્વામિત્રીના પૂરનો ખતરો સર્જાયો છે. 18 ઈંચ વરસાદ તેમજ આજવા સરોવરના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના…

બુધવારે 18 ઈંચ વરસાદે વડોદરાને ઘમરોળ્યા બાદ હવે વડોદરા પર વિશ્વામિત્રીના પૂરનો ખતરો સર્જાયો છે.

18 ઈંચ વરસાદ તેમજ આજવા સરોવરના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના પગલે બુધવારે રાતે આજવા સરોવરના 62 દરવાજા ખોલવામાં આવ્યા હતા. આ પાણી વિશ્વામિત્રીમાં આવતા વિશ્વામિત્રીની સપાટીમાં ઝડપથી વધારો થવા માંડ્યો હતો.


આજે સવારે વિશ્વામિત્રીની સપાટી 34 ફૂટ પર પહોંચ્યા બાદ વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારને જોડતા વિશ્વામિત્રીના તમામ બ્રિજ પરથી અવર જવર પર રોક લગાવી દેવામાં આવી છે.

આજે સવારે 10 વાગ્યે વિશ્વામિત્રીની સપાટી 34 ફૂટ નોંધાઈ હતી. બીજી તરફ આજવાની સપાટી 213 પર હોવાથી આજવાના 62 દરવાજામાંથી વિશ્વામિત્રીમાં પાણી છોડવાનુ ચાલુ જ છે. જેના કારણે વિશ્વામિત્રની સપાટીમાં હજી પણ વધારો થઈ શકે છે.


શહેરીજનો સવારથી પાણી ભરાવવાને પગલે દૂધ, શાકભાજી સહિત આવશ્યક ચીજ વસ્તુઓની ખરીદવા માટે પડાપડી કરી રહ્યાં છે. આજે ફરીથી વરસાદ આવે તો પરિસ્થિતિ વિકટ બની જશે તેવી આગાહીના પગલે લોકોએ આ ખરીદી શરૂ કરી હતી.

ગ્રામ્ય વિસ્તારોમાં પણ સતત વરસાદના પગલે દૂધનો પૂરવઠો લાવતા વાહનોને અસર પડી શકે છે. જેના કારણે લોકો જીવન જરૂરિયાતની વસ્તુઓનો સ્ટોક કરી રહ્યાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *