Heavy rain in Gujarat: હાલ ગુજરાત રાજ્યમાં અષાઢ બરાબરનો જામ્યો છે. હવામાન વિભાગ દ્વારા કરેલી આગાહી અનુસાર ગાલ સમગ્ર રાજ્યમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છમાં મેહુલિયાએ ખુબજ હેત વરસાવ્યું છે. સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ કૃપા વરસાવતા ધરતી પુત્રો ખુશખુશાલ થઈ ગયા છે. ગુજરાત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે.
વરસાદને પગલે રાજ્યના 207 મોટા જળાશયો પૈકી સૌથી મોટા જળાશય સરદાર સરોવર માં હાલ 52.49 % એટલે કે 4965.10 મિલિયન ઘનમીટર પાણીનો સંગ્રહ થઈ ગયો છે. ત્યારે કચ્છના ચાર અને જામગનરના ત્રણ જળાશયો 90% ભરાતા તેને હાઈ એલર્ટ પર મુકવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર છેલ્લા 24 કલાકમાં ગુજરાત રાજ્યમાં 189 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. તેમાં વિસાવદરમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે.
મળેલી માહિતી અનુસાર, સૌથી વધારે વરસાદ જૂનાગઢના વિસાવદરમાં નોંધાયો છે, છેલ્લા 24 કલાકમાં વિસાવદરમાં 15 ઈંચ વરસાદ નોંધાયો છે. ત્યારે જામનગરમાં ઈંચ વરસાદ, અંજારમાં 9.5 ઈંચ વરસાદ, કપરાડામાં 9.5 ઈંચ વરસાદ, ખેરગામમાં સવા 8 ઈંચ વરસાદ, ભેસાણમાં 8 ઈંચ વરસાદ, બગસરામાં પોણા 8 ઈંચ વરસાદ, ધરમપુરમાં સવા 6 ઈંચ વરસાદ, વઘઈમાં સવા 6 ઈંચ વરસાદ, ડાંગમાં 6 ઈંચ વરસાદ, ચીખલીમાં પોણા 6 ઈંચ વરસાદ, વાંસદામાં પોણા 6 ઈંચ વરસાદ, જામકંડોરણામાં પોણા 6 ઈંચ વરસાદ, બરવાળામાં પોણા 6 ઈંચ વરસાદ, રાજુલામાં 5.5 ઈંચ વરસાદ, વંથલીમાં 5.5 ઈંચ વરસાદ, વલસાડમાં સવા 5 ઈંચ વરસાદ, જૂનાગઢમાં 5 ઈંચ વરસાદ, વ્યારામાં પોણા 5 ઈંચ વરસાદ, બારડોલીમાં પોણા 5 ઈંચ વરસાદ અને ગાંધીધામમાં પોણા 5 ઈંચ વરસાદ નોંધાયો છે.
મોન્સૂન ટ્રફ અને સર્ક્યુલર સિસ્ટમ બંને સિસ્ટમ સક્રિય થવાથી સમગ્ર ગુજરાતમાં મેઘમહેર જોવા મળી રહી છે. હવામાન વિભાગ દ્વારા કરેલી ભારેથી અતિભારે વરસાદની આગાહીને લઈ માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડે તેવી સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે પણ મેઘરાજા ગુજરાતને ધમરોળી રહ્યા છે.
જૂનાગઢમાં પડેલા ભારે વરસાદથી ઘર્તીપુત્રોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. ભારે વરસાદથી ઠેર-ઠેર નદી-નાળા તથા તળાવ વગેરે જગ્યાઓ પર નવા નીરની આવક થઈ ગઈ છે. ભારે વરસાદના કારણે રસ્તાઓ અને ખેતરો પાણી પાણી થઈ ગયાં છે. સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં બિપોરજોય વાવાઝોડા દરમિયાન ભારે વરસાદ નોંધાયો હતો, ત્યારબાદ ફરીવાર ચોમાસાની શરૂઆત થતાની સાથે ભારે વરસાદ જોવા મળ્યો છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube