આજે ગુજરાતના આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, તો આ વિસ્તારમાં મેઘરાજા કરશે ખમૈયા

ગુજરાત(Gujarat): રાજ્ય સહિત દેશનાં ઘણા વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ નહિવત થઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે. જો કે હવામાન વિભાગ(Meteorological Department)ની આગાહી અનુસાર ગણેશ ચતુર્થી(Ganesh Chaturthi)ની આજુબાજુ મેઘરાજાની સેકન્ડ ઇનિંગ શરૂ થાય એવી શક્યતા સેવાઈ રહી છે પણ એ અગાઉ જાણી લઈએ આજે વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા શું આગાહી(Rain forecast) કરવામાં આવી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં આજે કેટલાક જિલ્લાઓમાં વરસાદ પડે તેવી શક્યતા સેવાઈ રહી છે. જો કે અતિભારે વરસાદ ખાબકે તેવી શક્યતા હવે નહિવત જોવા મળી રહી છે પરંતુ દક્ષિણ ગુજરાતનાં કેટલાક જિલ્લાઓમાં મધ્યમ વરસાદ પડે તેવી શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

જાણો ક્યા કયા જિલ્લાઓમાં થશે મેઘરાજા વરસશે?
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, મુખ્ય તો દક્ષિણ ગુજરાતનાં જિલ્લાઓ જેવા કે નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં સારો એવો વરસાદ ખાબકી શકે છે.

આ સિવાય જો વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાતમાં કે સૌરાષ્ટ્રમાં આજે વરસાદને લઈને કોઈ આગાહી કરવામાં આવી નથી એટલે કે સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને કચ્છ અને ઊત્તર ગુજરાતમાં મેઘરાજા ખમૈયા કરશે. દક્ષિણ ગુજરાત સિવાય ખાસ તો અન્ય વિસ્તારમાં હાલ વરસાદની શક્યતા નહીંવત જોવા મળી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 100 ટકા વરસાદ ખાબકી ચૂક્યો છે. ત્યારે ગુજરાતમાં વરસાદની સ્થિતિની જો વાત કરવામાં આવે તો રાજ્યમાં બનાસકાંઠાના સરહદી વિસ્તારો હજુ પણ બેટની સ્થિતિમાં જ છે અને વાવ તાલુકાના સેંકડો ગામડાઓ પાણીમાં ગરકાવ છે. વરસાદ બંધ થયાને એક અઠવાડિયું થઇ ગયું પરંતુ હજુ સુધી વાવ તાલુકાના કેટલાક ગામડાઓ પાણીમાં જ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *