આવનારા ૨૪ કલાકમાં જ ‘ગુલાબ’ બની જશે ‘શાહીન’ – આગામી છે દિવસ ભારે પવન સાથે અતિભારે વરસાદની આગાહી

અમદાવાદ(ગુજરાત): બંગાળના અખાત(Bay of Bengal)માં સર્જાયેલું ગુલાબ વાવાઝોડું(Rose hurricane)ની તીવ્રતા ગુજરાતના દરિયાકાંઠા(Coast of Gujarat) સુધી પહોંચતા વધી ગઈ હતી. જેના લીધે છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાત(South Gujarat), સૌરાષ્ટ્ર(Saurashtra) તથા મધ્ય ગુજરાત(Central Gujarat)ના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો હતો. ગુજરાત રાજ્યના 196 તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ પડયો હતો. જેમાં સૌરાષ્ટ્રના વિસાવદર(Visavadar)માં સૌથી વધુ 10 ઇંચ વરસાદ પડ્યો હતો. જ્યારે ગીરનાર જંગલમાં 12 ઇંચ વરસાદ પડતા જૂનાગઢ(Junagadh)ની સોનરખ નદી(Sonarakh river)માં પૂર જોવા મળ્યું હતું. ભરૂચ(Bharuch) શહેરમાં સતત 14 કલાક વરસાદ પડવાને કારણે શેરીઓમાં પાણી ભરાયા હતા.

સવારથી અમરેલી, ભાવનગર, ભરૂચ, જામનગર સહિતના શહેરોમાં સતત વરસાદ વરસ્યો હતો. રાજ્યભરમાં ભારે વરસાદને કારણે 200 જેટલા માર્ગો બંધ કરવાની જરૂર પડી હતી. ગુલાબ વાવાઝોડાની તીવ્રતામાં વધારો થતા કંડલા બંદરે 3 નંબરનું સિગ્નલ જાહેર કરવામાં આવ્યું હતું. હવામાન વિભાગ દ્રારા સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારોમાં 60થી 150 કિમીની ઝડપે પવન ફૂંકાશે તેવી આગાહી કરવામાં આવી હતી. આ દરમિયાન સપ્ટેમ્બરમાં ભારે વરસાદને કારણે ફક્ત રાજકોટ જિલ્લામાં 27માંથી 21 જળાશયો ઓવરફ્લો થઇ ગયા છે.

ગુજરાત રાજ્યમાં વરસાદને કારણે NDRFની 20માંથી 17 અને SDRFની 11માંથી 8 ટીમોને તહેનાત કરવામાં આવી છે. NDRFની ટુકડીઓ સુરત, વલસાડ, નવસારી, રાજકોટ, ગીરસોમનાથ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, જામનગર, પાટણ, મોરબી, દ્વારકા, પોરબંદર, ખેડા તથા ગાંધીનગરમાં એક એક ટીમ તહેનાત કરવામાં આવી છે. જ્યારે SDRFની ટુકડીઓ રાજકોટ, જૂનાગઢ, જામનગર અને ખેડા ખાતે તૈનાત કરવામાં આવ્યા છે.

બુધવારે સવારે દક્ષિણ ગુજરાત અને ખંભાતના અખાત વચ્ચે ગુલાબ વાવાઝોડાનો એક ભાગ તીવ્ર બની ગયો હતો. આ સિસ્ટમ 1 ઓક્ટોબર સુધીમાં શાહીન વાવાઝોડામાં બદલાઈ જવાનું આગાહી કરવામાં આવી છે. શાહીન વાવાઝોડું ગુજરાત કાંઠા નજીકથી પસાર થઈને ઓમાન તરફ આગળ વધશે તેવી શક્યતા સેવવામાં આવી રહી છે. આ દરમિયાન હવામાન વિભાગ દ્વારા દ્વારકા, પોરબંદર, જામનગર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *