ગુજરાતમાં આગામી 5 દિવસ અતિભારે વરસાદની આગાહી, 11-12 જુલાઈએ આ વિસ્તારમાં ભુક્કા કાઢશે વરસાદ

ગુજરાત(Gujarat): રાજ્યમાં હજુ પણ આગામી 5 દિવસ ભારે વરસાદ(Heavy rain)ની આગાહી હવામાન વિભાગ(Meteorological Department) દ્વારા કરવામાં આવી છે. આગામી 5 દિવસ એટલે 12 જુલાઈ સુધી હજુ રાજ્યના અલગ અલગ વિસ્તારમાં વરસાદી માહોલ જામશે. ત્યારે ગુજરાતમાં ભારે વરસાદની આગાહીના લીધે રાજ્યમાં અલગ-અલગ વિસ્તારોમાં NDRFની કુલ 9 ટીમો તૈનાત કરી દેવામાં આવી છે.

અલગ-અલગ જગ્યાએ NDRFની ટીમ તૈનાત:
ગુજરાતના સોમનાથમાં 1, નવસારીમાં 1, બનાસકાંઠામાં 1 ટીમ ખડકી દેવામાં આવી છે. તો બીજી તરફ વલસાડમાં પણ 1 અને સુરતમાં 1 ભાવનગરમાં 1, કચ્છમાં 1 NDRFની ટીમ ઉભી કરી દેવામાં આવી છે. જયારે રાજકોટમાં 2 NDRFની ટીમ ખડકી દેવામાં આવી છે. જ્યારે પોરબંદરમાં 1 SDRFની 1 ટીમ ખડકી દેવામાં આવી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યમાં હજુ 5 દિવસ વરસાદી માહોલ જામશે. જેમાં મોટા ભાગે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સારો એવો વરસાદ ખાબકવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. રાજ્યમાં 11 જુલાઈના રોજ ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. જ્યારે મધ્ય ગુજરાતમાં હજુ પણ સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

7 જુલાઈએ આ વિસ્તારોમાં વરસાદની આગાહી:
હવામાન વિભાગની આગાહી અનુસાર ‘રાજ્યમાં તારીખ 7 જુલાઈના રોજ ભાવનગર, સુરત, ભરૂચ, જૂનાગઢ, અમરેલી, સોમનાથ, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં સારો એવો વરસાદ પડી શકે છે.

8 જુલાઈએ આ વિસ્તારોમાં વરસાદની આગાહી:
હવામાન વિભાગની આગાહી અનુસાર 8 જુલાઈના રોજ નવસારી, દ્વારકા, ડાંગ,પોરંબદર, સુરત, તાપી, ડાંગ, સોમનાથ, રાજકોટ, જામનગર, જૂનાગઢ, કચ્છ, મોરબી, અમરેલી, ભાવનગર, ભરૂચ અને નર્મદામાં હળવાથી ભારે વરસાદ ખાબકી શકે છે.

9 જુલાઈએ આ વિસ્તારોમાં વરસાદની આગાહી:
9 જુલાઈના રોજ રાજ્યમાં કચ્છ, જામનગર, દ્વારકા, પોરબંદર, રાજકોટ, મોરબી, નવસારી, વલસાડ, ડાંગ, જૂનાગઢ, સુરત અને તાપીમાં વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.

10 જુલાઈએ આ વિસ્તારોમાં વરસાદની આગાહી:
હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર, 10 જુલાઈએ દ્વારકા, પોરબંદર, વલસાડ, જૂનાગઢ, મોરબી,રાજકોટ, તાપી, સુરત અને ડાંગમાં વરસાદ ખાબકી શકે છે.

11 અને 12 જુલાઇએ આ વિસ્તારોમાં વરસાદની આગાહી:
હવામાન વિભાગની આગાહી અનુસાર, 11 જુલાઈના રોજ આખા ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. જ્યારે 12 જુલાઇના રોજ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ચક્રવાત સાથે ભારે વરસાદ પડશે. તો 11 અને 12 જુલાઇએ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકશે તે પ્રકારની આગાહી હવામાન દ્વારા કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *