ગુજરાતમાં હવામાન વિભાગના નિષ્ણાંત ગણાતા અંબાલાલ પટેલ હવામાનને લઈને સતત આગાહી કરતા રહે છે. જોકે, તેની આગાહીઓ મોટા ભાગે સાચી સાબિત થાઈ છે. આ વખતે પણ અંબાલાલ પટેલે ગુજરાતમાં કઈ તારીખે કયા વિસ્તારમાં વરસાદ થશે તેની આગાહી કરી છે.
છેલ્લા 24 કલાકથી દેશના ઘણા બધા રાજ્યોમાં વરસાદ શરુ થઈ ગયો છે. દેશમાં સૌથી વધુ વરસાદ મેઘાલયના ચેરાપુંજીમાં પડ્યો. અહીં વરસાદનો આંકડો 110 મી.મી. નોંધાયો છે. તો કેટલાક સ્થળોએ વરસાદ ચાલુ થઈ ગયો છે. અત્યારે દક્ષિણ-પશ્ચિમ ચોમાસુ હોવોના કારણે આવી વરસાદી અસરો જોવા મળી રહી છે. ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં વરસાદનું આગમન થઈ ગયું છે અને આવનારા પાંચ દિવસ માટે પણ રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાતોની આગાહી છે કે, આજથી 10 જૂન બુધવાર દરમિયાન વરસાદ ગતી પકડશે, તો કેટલાક રાજ્યોમાં મુશળધાર વરસાદ પડવાની સંભાવના છે.
અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતના ઉપર અપર એર સાઇક્લોનિક સિસ્ટમ સર્જાતા વરસાદ થયો છે. આગામી બે દિવસ વાદળછાયું વાતાવરણ અને સુરત સહિત દક્ષિણ ગુજરાતના જિલ્લાના કેટલાક વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી છે. છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ સુરત સિટીમાં બે ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. જ્યારે સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં 1.5 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. અને હજુ વધુ આગામી બે દિવસ વાદળછાયું વાતાવરણ અને સુરત સહિત દક્ષિણ ગુજરાતના જિલ્લાના કેટલાક વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી છે.
ગુજરાતમાં ક્યાં પડશે વરસાદ
ભારતીય હવામાન વિભાગ દ્વારા દરરોજ જાહેર કરવામાં આવતા બુલેટિન મુજબ, ગુજરાતમાં સોમવારે બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, મહેસાણા, અમદાવાદ, નવસારી, ડાંગ, સુરત, ભરૂચ, નર્મદા અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી હતી.
મંગળવારથી ગુરુવાર સુધી ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. વિભાગ મુજબ સમગ્ર રાજ્યમાં પ્રિ મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે.
ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં શુક્રવારે પણ વરસાદ જોવા મળ્યો હતો. એ સિવાય ભારતના અનેક ભાગો જેમકે પાડોશી રાજ્ય મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રના વિદર્ભ અને રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો.
30થી 40 કિલોમીટરની ગતિએ પવન ફૂંકાશે
અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, રાજકોટ, ભાવનગરમાં આજે 30થી 40 કિલોમીટરની ગતિએ પવન ફૂંકાશે. આ સાથે ગાજવીજ સાથે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ગઇકાલે અમદાવાદમાં દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહ્યું હતું અને મોડી રાતે પવન સાથે જોરદાર ઝાપટું પડ્યું હતું.
9 જૂનનાં આ વિસ્તારમાં પડશે વરસાદ
તારીખ પ્રમાણે વરસાદની વાત કરીએ તો, 7થી 9 જૂનનાં રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, સુરત, તાપી, ડાંગ, બોટાદ, ભાવનગર, અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ પડવાની શક્યતાઓ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news