આ વર્ષે ચોમાસું જતા-જતા પણ આ શહેરોને વરસાદનો ધરવ કરતુ જશે. જાણો હવે ક્યા પડશે ભારે વરસાદ ?

આ વર્ષે ગુજરાત રાજ્યમાં મેઘરાજા ની ખુબ કૃપા રહી છે. સાથે સાથે મેઘરાજાએ ગુજરાતમાં વરસાદનો ધરવ કરી દીધો છે. ભારે વરસાદના કારણે ગુજરાતના મોટા ભાગના તળાવો, નદીઓ અને ડેમ પાણીથી છલકાઈ ગયા છે. હવે ગુજરાત પાસે આગામી દોઢ વર્ષ ચાલે તેટલો પાણીનો જથ્થો છે. આ વર્ષે ગુજરાતમાં સીઝનનો કુલ 120% વરસાદ વધારે વરસાદ પડ્યો છે અને હજુ પણ કેટલાક વિસ્તારોમાં ભારે તો કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડી રહ્યો છે ત્યારે આગામી દિવસોમાં હજુ પણ ભારેથી અતીભારે વરસાદ પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.

પક્ષીમમાં બંગાળની ખાડીમાં એક લો-પ્રેસર સીસ્ટમ સર્જાયુ છે અને આગામી દિવસોમાં આ લો-પ્રેસર સીસ્ટમ ડીપ્રેશનમાં ફેરવાશે અને પછી ડીપ-ડીપ્રેશનમાં ફેરવાશે. આ સર્ક્યુલેશન સીસ્ટમના કારણે ગુજરાતમાં 19 સપ્ટેમ્બરથી 26 સપ્ટેમ્બર સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ લો-પ્રેસર સીસ્ટમની વધારે અસર દક્ષીણ ગુજરાતમાં જોવા મળશે. જેથી દક્ષીણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. દક્ષીણ ગુજરાતની સાથે સાથે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

જાણવામાં આવે છે કે, હોળી પછી જ હવામાન શાસ્ત્રીઓ દ્વારા આ વર્ષે 100% વરસાદની આગાહી કરવામાં આવી હતી પરંતુ આ આગાહી પછી ગુજરાત પર વાયુ વાવાઝોડાનું સંકટ આવતા વરસાદની પ્રમાણ ઘટે તેવી ભીતિ પણ હવામાન વિભાગ સેવી રહ્યું હતું પરંતુ વાયુની વધારે અસર ગુજરાત પર જોવા મળી ન હતી અને જેના કારણે ગુજરાતના સારો વરસાદ પડ્યો હતો. થોડા સમય માટે વરસાદ ખેંચાયો હતો પરંતુ પછી ઘણી જગ્યાઓ પર ધોધમાર વરસાદ પડવાના કારણે હવે 120% કરતા પણ વધારે વરસાદ ગુજરાતમાં નોંધાયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

આ પોસ્ટ માટે તમારું મંતવ્ય અહી લખો: