Heavy To Very Heavy Rain Forecast In Gujarat: ગઈકાલથી જ ગુજરાત રાજ્યમાં બિપોરજોય વાવાઝોડા (Cyclone Biparjoy) ની અસર ચાલુ થઈ ગઈ છે. ગુજરાત (Gujarat) ના મોટાભાગના વિસ્તારોમાં બિપોરજોય વાવાઝોડાની અસરો દેખાઈ રહી છે. મળતી માહિતી અનુસાર ગુજરાતના ખંભાળિયામાં પાંચ ઇંચ સાથે સૌથી વધુ વરસાદ વરસ્યો હતો. રાજ્યના 95 તાલુકામાં હળવેથી ભારે વરસાદ વરસ્યો છે.
ગુજરાત રાજ્યમાં વાવાઝોડું ધીરે ધીરે આગળ વધી રહ્યું છે. જેને પગલે ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વાત કરીએ સૌરાષ્ટ્ર અને કચ્છની તો… આ જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ત્યારે આજે વહેલી સવારથી જ સૂરત શહેરમાં વરસાદ વરસી રહ્યો છે.
સાથે જ અમદાવાદમાં આજરોજ સાંજના સમયે સામાન્ય વરસાદ વરસશે તેવી આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાંત અને હવામાન વિભાગનું માનવું છે કે, આવનારા પાંચ દિવસ ગુજરાત પર અતિ ભારે રહી શકે છે. તારીખ 14 એટલે કે આજરોજ ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડાથી સંભવિત વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઈ શકે છે જ્યારે અન્ય વિસ્તારોમાં 40 થી લઈને 70 કિ.મી સુધીની ઝડપે પવન ફૂંકાશે.
સૌરાષ્ટ્રમાં બીપ પર વાવાઝોડાની અસર
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 1 મીમીથી લઈને પાંચ ઇંચ સુધીનો વરસાદ વરસી ચુક્યો છે. તમને જણાવી દઈએ કે, સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર તરફથી મળેલા આંકડા અનુસાર ગુજરાતના 95 તાલુકાઓમાં વાવાઝોડાની ભારે અસર દેખાઈ છે. જેમાં સૌથી વધારે પાંચ ઇંચ સાથે દ્વારકાના ખંભાળિયામાં વરસાદ નોંધાયો છે. જ્યારે સૌથી ઓછો વરસાદ ભાવનગર ગારીયાધાર પારડી નડિયાદ અને શંખેશ્વરમાં નોંધાયો છે. આ સાથે જ અનેક તાલુકાઓમાં 40 થી લઈને 90 મીમી સુધીનો વરસાદ નોંધાયો છે.
શું કહે છે હવામાન વિભાગ?
આજથી લઈને આવનારા ત્રણ-ચાર દિવસ સુધી ગુજરાત માટે અતિ ભારે રહેવાના છે. સૌરાષ્ટ્ર કચ્છના પોરબંદર, દેવભૂમિ દ્વારકા અને કચ્છના કેટલાક વિસ્તારોમાં ભારે થી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે જ રાજકોટ, જામનગર અને જુનાગઢના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે મોરબી અને ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદ પડશે એવું કહેવામાં આવ્યું છે. આ સાથે જ પોરબંદર દ્વારકા કચ્છ, રાજકોટ, જામનગર, જૂનાગઢ, ગીર સોમનાથ અને મોરબીમાં મધ્યમથી સામાન્ય વરસાદ વરસી શકે છે.
વાવાઝોડાની સુરત શહેરમાં કેવી અસર?
ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં બિપોરજોય વાવાઝોડાની અસર દેખાવા લાગી છે. સુરત શહેરમાં પણ વાવાઝોડાની અસર દેખાઈ રહી છે. આજે વહેલી સવારથી જ સુરતના અનેક વિસ્તારોમાં વરસાદના હળવા ઝાપટા પડી રહ્યા છે. જેને પગલે સુરતના વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. ઉપર છે વાવાઝોડાની અસરને કારણે સુરતમાં ભારે પવન ફૂંકાય રહ્યો છે. ભારે પવનના કારણે સુરતમાં અનેક જગ્યાએ ઝાડ તૂટી પડ્યા છે. છેલ્લા 24 કલાકમાં પાયલ વિભાગને 28 જેટલા ફોન કોલ મળ્યા હતા. વાવાઝોડાને કારણે સુરતના પાલ અડાજણ કતારગામ અને વરાછા વિસ્તારમાં વરસાદના ઝાપટા પડી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.