ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 14.52 ઇંચ (42.72 ટકા) વરસાદની સરખામણીએ સમગ્ર ચોમાસા દરમિયાન સરેરાશ 34 ઇંચ વરસાદ નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં અત્યાર સુધીમાં પડેલા કુલ 14.52 ઈંચ વરસાદમાંથી માત્ર 5 દિવસમાં 7.67 ઈંચ એટલે કે 47 ટકા વરસાદ પડી ગયો છે. આ વર્ષે વરસાદ નવો વિક્રમ સર્જે તેવા સંકેત દેખાઈ રહ્યા છે. શુક્રવાર સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ સાથોસાથ મધ્ય ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ ઉપરાંત રાજ્યના 27 ડેમ હાઈ એલર્ટ પર હોવાનું હવામાન વિભાગે જણાવ્યું હતું.
અમદાવાદમાં 14 જુલાઈએ ફરી ભારે વરસાદની આગાહી
ઓડિશામાં આગામી પાંચ દિવસમાં બે નવા લો-પ્રેશર વિસ્તારો સક્રિય થતાં અમદાવાદ સહિત રાજ્યમાં આવનારા બે દિવસમાં ભારે વરસાદની શક્યતા છે. હાલમાં બે લો-પ્રેશર પૈકી એક સક્રિય છે અને આગામી 24 કલાકમાં ગુજરાત પહોંચે તેવી શક્યતા છે. 15 જુલાઈ પછી અમદાવાદમાં વરસાદની તીવ્રતા ઘટશે તેવું હવામાનશાસ્ત્રીએ જણાવ્યું છે. અમદાવાદ-ભોપાલ હવામાન વિભાગના પૂર્વ નિયામક ડૉ.ડી.બી. દુબેના જણાવ્યા અનુસાર, લો પ્રેશર 14 જુલાઈ સુધીમાં ગુજરાતમાં પહોંચશે અને અમદાવાદ સહિત મધ્ય ગુજરાતની નજીકથી પસાર થશે, જેથી 14 જુલાઈએ ફરીથી અમદાવાદમાં ભારે વરસાદ પડી શકે છે. ત્યાર બાદ વરસાદ ઓછો પડશે.
રાજ્યના 124 તાલુકામાં 24 કલાક દરમિયાન વરસાદ
બુધવારે સવારે 6 વાગ્યે પૂરા થયેલા છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 124 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. રાજ્યના બે તાલુકાઓમાં છેલ્લા 24 કલાકમાં આઠ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. જો ઝોન પ્રમાણે વરસાદની વાત કરીએ તો કચ્છમાં છેલ્લા 24 કલાકમાં સરેરાશ 101.90 મીમી વરસાદ નોંધાયો છે. આ સાથે અહીં સિઝનના કુલ વરસાદના 97.54 ટકા વરસાદ પડી ગયો છે. ઉત્તર ગુજરાતમાં 24 કલાકમાં સરેરાશ 20.24 મિ.મી. વરસાદ પડી રહ્યો છે. અહીં મોસમનો કુલ વરસાદ 26.25 ટકા છે. પૂર્વ-મધ્ય ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 16.55 મિ.મી. વરસાદ પડી રહ્યો છે. અહીં મોસમનો કુલ વરસાદ 37.92 ટકા નોંધાયો છે. સૌરાષ્ટ્રમાં 24 કલાકમાં સરેરાશ 24.94 મી.મી. અહીં સિઝનના કુલ વરસાદના 47.23 ટકા સાથે વરસાદ પડ્યો છે. દક્ષિણ ગુજરાતમાં 24 કલાકમાં સરેરાશ 73.48 ટકા વરસાદ નોંધાયો છે.
ગુજરાતના 27 ડેમ પર હાઈ એલર્ટ
સાર્વત્રિક વરસાદ વચ્ચે ગુજરાતના 27 ડેમ પર હાઈ એલર્ટ, એલર્ટ અને વોર્નિંગ સિગ્નલ જારી કરવામાં આવ્યા છે, 27માંથી 18 ડેમમાં 90 ટકા કે તેથી વધુ પાણીના સંગ્રહ સાથે હાઈ એલર્ટ સિગ્નલ છે, જ્યારે 8 ડેમમાં 80 થી 90 ટકા પાણીનો સંગ્રહ છે. એલર્ટ અને 11 ડેમમાં 70 થી 80 ટકા પાણીનો સંગ્રહ થયો હોવાની ચેતવણી આપવામાં આવી છે. આ સિવાય રાજ્યના 169 ડેમમાં 70 ટકા કે તેથી ઓછું પાણી છે. ઉત્તર ગુજરાતના ડેમોમાં પાણીની નોંધપાત્ર આવક થઇ નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.