સુરત(ગુજરાત): 16મી માર્ચના રોજ ગુજરાત(Gujarat) ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ(C.R. Patil)ના જન્મદિવસની મહારક્તદાન કેમ્પ(Blood donation camp) યોજીને કતારગામ(Katargam)માં અનોખી ઉજવણી કરવામાં આવી હતી. કતારગામ વિસ્તારના આંબાતલાવડી(Ambatlavadi) સ્થિત સમસ્ત પાટીદાર સમાજની વાડીમાં શહેરની ખુબ જાણીતી સેવાભાવી સંસ્થા રક્તદાન મહાદાન છે તેવા સંકલ્પ સાથે ‘સુરત જનસેવા ચેરીટેબલ ટ્રસ્ટ’ના અધ્યક્ષ કાળુભાઇ ભીમનાથ(Kalubhai Bhimnath) અને સેવાભાવી મુકેશભાઇ ગુજરાતી(Mukeshbhai Gujarati) અને ટ્રસ્ટના યુવાકાર્યક્રતાની નિશ્રા હેઠળ ભાજપ પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલના જન્મદિવસ નિમિતે રક્તતુલા સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.
મળતી માહિતી મુજબ, આ અવસરે સવારે 9 કલાકે વેડરોડ ગુરુકુળના સંતો દ્વારા દીપપ્રાગ્ય કરીને રક્તદાન કેમ્પને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ રક્તદાન કેમ્પમાં વિવિધ સમાજના આગેવાનો, સેવાભાવી સંસ્થા દ્વારા ફક્ત 4 કલાકમાં જ રક્તદાતાઓ દ્વારા ભવ્ય રક્તદાન કરીને 810થી વધુ યુનિટ એકત્ર કરવામાં આવ્યું હતું.
આ રક્તદાન કેમ્પનું આયોજન ખુબ જ ટુંક સમયમાં ભવ્ય આયોજન કરીને સવારથી જ મોટી સંખ્યામાં લોકો રક્તદાન કરવા પહોંચ્યા હતા. બપોરના 3:30 કલાકે સી.આર.પાટીલનું કાળુભાઇ ભીમનાથ દ્વારા સન્માન અને અભિવાદન કરીને તેમની રક્તતુલા યોજવામાં આવી હતી. આ કેમ્પમાં સુરતની ચાર બ્લડબેંકો દ્વારા લોહીનું કલેક્શન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં 810થી વધુ રક્ત એકત્ર થતા તેમજ ટુંક સમયમાં જ ભવ્ય કાર્યક્રમ યોજીને સફળ થતા ભાજપ પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ પણ ગદગદીત થયા હતા. મળતી માહિતી મુજબ, આ પ્રસંગે સુરત જનસેવા ચેરીટેબલ ટ્રસ્ટના સૌ સભ્યો રકતદાતાઓ તથા વિવિધ સમાજના આગેવાનો ખુબ મોટી સંખ્યામાં ઉપસ્થિતિ રહ્યા હતા.
સંસ્થા દ્વારા રકતદાન કરનાર સૌ રકતદાતાઓને રૂપિયા બે લાખનું અકસ્માત વીમા કવચ ફ્રી આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત, રકતદાતાઓને ટ્રસ્ટ દ્વારા પ્રમાણપત્ર આપીને પણ સન્માનીત કરવામાં આવ્યા હતા.
ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, પાટીદાર સમાજ કોઇ પણ સેવાના કાર્યમાં ક્યારેય પાછળ પડતો નથી. આખા દેશમાં એક દિવસમાં સૌથી વધુ રક્તદાન કેમ્પ કરવાનો રેકોર્ડ પાટીદાર સમાજનો છે. સુરત જનસેવા ચેરીટેબલ ટ્રસ્ટના કાર્યક્રરોનો આભાર છે કે, સામાન્ય વ્યક્તિના જન્મ દિવસે ટુંક સમયમાં જ આયોજન કરીને મોટી સંખ્યામાં રક્તદાન કેમ્પ યોજ્યો છે. પહેલા અમે રક્તદાન કરાવવા માટે અમે બહુ દોડાદોડી કરતા આજે આ કાર્ય આવી સંસ્થા દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ સંસ્થાની સેવાભાવી ટીમ કાળુભાઇ ભીમનાથનો આભાર વ્યક્ત કરું છું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.