કેદારનાથમાં મોટી દુર્ઘટના, હેલિકોપ્ટર ક્રેશ થતા પાયલોટ સહીત છ લોકોના મોત- જુઓ ઘટનાનો ધ્રુજાવી દેતો વિડીયો

Helicopter Crashed In Kedarnath: ઉત્તરાખંડ(Uttarakhand)માં એક મોટી દુર્ઘટના ઘટી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. ન્યુઝ એજન્સી ANI ના જણાવ્યા અનુસાર કેદારનાથમાં હેલિકોપ્ટર ક્રેશ થયું છે. આ અકસ્માતમાં 6 લોકોના મોત થયા હતા.

આ અકસ્માત કેદારનાથથી 2 કિમી દૂર ગરુડચટ્ટીમાં થયો હતો. હેલિકોપ્ટર ક્રેશ થવા પાછળનું એક કારણ ખરાબ હવામાન હોવાનું માનવામાં આવે છે. ઉત્તરાખંડના મુખ્યમંત્રીના વિશેષ મુખ્ય સચિવ અભિનવ કુમારે હેલિકોપ્ટર દુર્ઘટનામાં 6 લોકોના મોતની પુષ્ટિ કરી છે.

આ હેલિકોપ્ટર આર્યન કંપનીનું હતું. હેલિકોપ્ટર ગુપ્તકાશીથી કેદારનાથ માટે ટેકઓફ થયું હતું. હેલિકોપ્ટરમાં પાયલટ સહિત 6 લોકો સવાર હતા. જ્યારે આ હેલિકોપ્ટર કેદાર ઘાટી તરફ આગળ વધ્યું ત્યારે ગરુડચટ્ટીમાં ક્રેશ થયું.

હેલિકોપ્ટર જમીન પર પડતાં જ આગની ઝપેટમાં આવી ગયું હતું. આ દુર્ઘટનામાં હેલિકોપ્ટરમાં સવાર તમામ 6 લોકોના મોત થયા હતા.

દુર્ઘટનાનું કારણ ખરાબ હવામાન હોઈ શકે છે:
કેદારનાથના એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે અહીં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. માત્ર 15 મિનિટમાં હવામાન અચાનક ખરાબ થઈ ગયું.

આ પછી અમારી ફ્લાઈટ પણ રોકી દેવામાં આવી છે. અમને કહેવામાં આવ્યું છે કે હેલિકોપ્ટર ક્રેશ થયું છે. ફ્લાઇટ હમણાં જ રોકી દેવામાં આવી છે. તેમણે જણાવ્યું કે આ હેલિકોપ્ટરમાં મુસાફરો સવાર હતા.

21-22 ઓક્ટોબરે PM મોદીની મુલાકાત:
આ ઘટના એવા સમયે બની છે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 21-22 ઓક્ટોબરે કેદારનાથ અને બદ્રીનાથની મુલાકાત લેશે. PM મોદી 21 ઓક્ટોબરે કેદારનાથ જશે. તે કેદારનાથ પહોંચશે અને ત્યાં ચાલી રહેલી વિકાસ યોજનાઓનું નિરીક્ષણ કરશે. બાબા કેદારના દર્શન કર્યા બાદ પીએમ મોદી બદ્રીનાથની પણ મુલાકાત લેશે. 21 ઓક્ટોબરે કેદારનાથની મુલાકાત લીધા બાદ વડાપ્રધાન મોદી ત્યાં રાત રોકાશે. આ પછી બીજા દિવસે એટલે કે 22 ઓક્ટોબરે તેઓ બદ્રીનાથ જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *