બોસ હોય તો આવા, દિવાળી બોનસમાં ઓફીસના કર્મચારીઓને આપી કાર અને બાઈક્સ

દિવાળીના તહેવારોની સિઝનમાં બોનસ અને ગિફ્ટ(Diwali Bonus and Gift) ની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ચેન્નાઈમાં એક જ્વેલરી શોપ(Jewellery shop)ના માલિકે તેમના સ્ટાફને દિવાળી ગિફ્ટમાં…

દિવાળીના તહેવારોની સિઝનમાં બોનસ અને ગિફ્ટ(Diwali Bonus and Gift) ની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ચેન્નાઈમાં એક જ્વેલરી શોપ(Jewellery shop)ના માલિકે તેમના સ્ટાફને દિવાળી ગિફ્ટમાં કાર અને બાઈક આપી છે. જ્વેલરી શોપના માલિક જયંતિ લાલે પોતાના સ્ટાફને આપેલી ગિફ્ટથી બધાને ચોંકાવી દીધા છે. જયંતિ લાલે તેમના સ્ટાફને 10 કાર અને 20 બાઇક ગિફ્ટ કરી છે. આવી ભેટ મળ્યા બાદ અનેક કર્મચારીઓની ખુશીની આંખમાં આંસુ આવી ગયા હતા.

પ્રોત્સાહિત કરવા માટે ભેટ
દિવાળીની ભેટ તરીકે પોતાના કર્મચારીઓને બાઇક અને કાર આપનાર જયંતિ લાલે કહ્યું, “કર્મચારીઓએ દરેક ઉતાર-ચઢાવમાં મારો સાથ આપ્યો છે. તેમને પ્રોત્સાહિત કરવા માટે આ ભેટ આપવામાં આવી છે. અમે 10 લોકોને કાર અને 20 લોકોને એક બાઇક દિવાળીની ભેટ તરીકે આપી છે.

પરિવાર જેવા છે કર્મચારીઓ 
જયંતિ લાલે કહ્યું કે, મારા સ્ટાફે પરિવારની જેમ કામ કર્યું છે. તેઓ માત્ર મારા કર્મચારીઓ નથી, પરંતુ મારો પરિવાર છે. આવી સ્થિતિમાં, તેમને આવી ભેટ આપીને, હું તેમની સાથે પરિવારની જેમ વ્યવહાર કરવા માંગુ છું. તેમણે કહ્યું કે દરેક માલિકને તેના કર્મચારીઓ પર ગર્વ હોવો જોઈએ. જ્યારે જયંતિ લાલે પોતાના કર્મચારીઓને આ ગિફ્ટ આપી ત્યારે તેમાંના કેટલાકને આશ્ચર્ય થયું તો કેટલાક હર્ષના આંસુથી છલકાયા.

જયંતિ લાલે વધુમાં જણાવ્યું હતું કે, દરેક માલિકે તેમના સ્ટાફને ભેટ આપીને તેમનું સન્માન કરવું જોઈએ. આ વખતે દિવાળીનો તહેવાર 24 ઓક્ટોબરે ઉજવવામાં આવશે. દિવાળીના અવસર પર કંપનીઓ તેમના કર્મચારીઓને ભેટ અથવા બોનસ આપે છે. એક કંપનીએ પોતાના કર્મચારીઓને દિવાળીની અનોખી ભેટ આપી છે.

10 દિવસનું દિવાળી વેકેશન
મળતી માહિતી અનુસાર, ન્યૂયોર્ક સ્થિત ઓફિસ સ્પેસ પ્રોવાઈડર WeWork એ તેના ભારતીય કર્મચારીઓને દિવાળીની મોટી અને અનોખી ભેટ આપી છે. કંપનીએ સ્ટ્યૂ સિઝનમાં કર્મચારીઓને મોટો બ્રેક આપવાની જાહેરાત કરી છે. આ અંતર્ગત એવું કહેવામાં આવ્યું છે કે કર્મચારીઓ તેમના કામ બંધ કરી શકે છે અને તેમના પરિવાર સાથે દિવાળીનો તહેવાર ઉજવી શકે છે. કંપનીએ ભારતીય કર્મચારીઓ માટે 10 દિવસનું દિવાળી વેકેશન જાહેર કર્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *