ગુજરાત(GUJARAT): સોશિયલ મીડિયાના માધ્યમથી અનેક નિરાધાર પરિવારોના ચેહરા પર સ્મિત લાવનાર સુરતના મહેશભુવાએ ફરી એકવાર માનવતાની અનેરી મહેક સમાજમાં પ્રસરાવી છે. કુંકાવાવ ગામે પ્રેગ્નેટ હાલતમાં ફરી રહેલી પીડિત મહિલાને યોગ્ય સારવાર મળી રહે તે માટે માનવ મંદિર આશ્રમ સાથે જોડાયેલા દિનેશભાઈ લાઠીયાનો સંપર્ક સાંધવામાં આવ્યો હતો.
અમરેલી જિલ્લાના ખજૂરી પીપળીયા ગામના યુવાન મહેશ ભુવા અને કુંકાવાવ ગ્રામજનોની મદદથી એક નિ:સહાય નિરાધાર ગર્ભસ્થ મહિલાને બગોદરા માનવ આશ્રમમાં આશ્રિત કરવામાં આવ્યા છે. અમરેલી જિલ્લાના ખજૂરી પીપળીયાના મહેશ ભુવા નામના યુવાન સુરત નિવાસી છે પણ વતનમાં પોતાના અંગત કામ અર્થે આવેલ ત્યારે કુંકાવાવ ના ગ્રામજનો એ જણાવ્યું કે એક નિરાધાર અને ગર્ભસ્થ મહિલા ખુબ મુશ્કેલી ભર્યું જીવન જીવે છે.
મહેશભાઈએ બગોદરામાં માનવ મંદિર આશ્રમ સાથે જોડાયેલા દિનેશભાઈ લાઠીયા નો સંપર્ક કરી સઘળી હકીકત જણાવી ત્યારે દિનેશભાઇએ મહિલાના પતિ અને માતાનો સંપર્ક સાંધવામાં આવ્યો હતો. પરંતુ તેમણે કોઈ પ્રકારનો જવાબ આપ્યો ન હતો. ત્યાર બાદ તત્કાલ ધોરણે એમ્બ્યુલન્સ મોકલી નિ:સહાય નિરાધાર પીડિત ગર્ભસ્થ મહિલાને બગોદરા સ્થિત માનવ મંદિર આશ્રમમાં આશ્રિત કરવામાં આવી. જ્યાં તેમની દરેક જાતની દેખરેખ રાખવામાં આવશે.
જણાવી દઈએ કે, છેલ્લા ૪ વર્ષથી સોશિયલ મીડિયામાં તેમના દ્વારા મદદની પોસ્ટ મૂકવામાં આવે છે. અને આજ સુધીમાં તેઓએ આવી 42 પોસ્ટો મૂકીને લોકોને મદદરૂપ બન્યા છે. દરેક યુવા મિત્રો માટે મહેશ ભૂવાનું આ સોશિયલ મીડિયાનો સદુપયોગ કરી સેવા પૂરી પડવાનું કામ પ્રેરણાત્મક નીવડે તેવું છે. તેમના આ કાર્યથી આજ સુધીમાં ઘણા પરિવારોને મદદ પૂરી પડી છે. ઉપરાંત, તેમનું આ કાર્ય હજી પણ આવા કેટલાય પરિવારો તેમજ વ્યક્તિને મદદ પૂરી પડી શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.