હાલ વધુ એક ચકચારી ઘટના સામે આવી છે. જેમાં અમદાવાદ (Ahmedabad)ના વેજલપુર (Vejalpur)માં ત્રિપલ તલાક (Divorce)ની ફરિયાદ નોધાઇ હોવાનું સામે આવ્યું છે. જાણવા મળ્યું છે કે, પ્રેમમાં પાગલ યુવતીએ અન્ય ધર્મના યુવક સાથે લગ્ન કર્યા બાદ તેને બે બાળકોનો જન્મ થયો હતો. ત્યારબાદ પતિ અને સાસુ-સસરા રોજેરોજ પરિણીતા પર ત્રાસ ગુજારવા લાગ્યા હતા. જેમાં પરિણીતાને પતિએ ત્રણ વખત તલાક કહીને ઘરમાંથી કાઢી મૂકી હતી. જેને પગલે પરિણીતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
પીડિતાએ 2016માં લગ્ન કર્યા હતા:
મળતી માહિતી અનુસાર, આશા (નામ બદલ્યું છે) શહેરના પોશ વિસ્તારમાં રહે છે. તેણે ધોરણ 10 સુધી અભ્યાસ કર્યો છે. સારા પરિવારની દીકરી ખૂબ સુખેથી ઉછરી હતી. આ દરમિયાન વર્ષ 2016માં તેણે ફૈઝ (નામ બદલ્યું છે) સાથે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ ફૈઝ આશાને તેના ઘરે જુહાપુરા લઇ ગયો હતો. જ્યાં સલમાનની માતા અને પિતા અનેક વખત નિશાને ધૂતકારતા હતા અને તેને સતત માનસિક ત્રાસ આપતા હતા.
લગ્ન બાદ ફૈઝ આશાને દૂર રાખતો:
પરિવારજનો ત્રાસ આપતા હોવા છતાં પણ ફૈઝ અને આશાનું લગ્ન જીવન આગળ વધી રહ્યુ હતુ. બન્નેના લગ્ન જીવનમાં બે બાળકો હતા, પરંતુ આ દરમિયાન ફૈઝનું રોજ રોજનું વર્તન પણ કંઇક અલગ હતું. તે રોજ આશા સાથે વાત કરવાના બદલે તેને પોતાનાથી દૂર રાખતો અને તેને ધૂતકારતો હતો. આ સમયે એક દિવસ આશા બાળકો સાથે ઘરમાં કામ કરી રહી હતી, ત્યારે ફૈઝ તેની પાસે આવ્યો અને નિશાને ત્રણ વખત તલાક કહીને ઘરમાંથી મારીને કાઢી મૂકી હતી.
પતિએ અન્ય યુવતી સાથે લગ્ન કરી લીધા:
પતિએ ઘરમાંથી કાઢી મુક્ત આશા તેના બાળકોને લઇને તેના માતા-પિતાના ઘરે આવી હતી. આ પછી તેને જાણવા મળ્યું કે, ફૈઝે અન્ય એક યુવતી સાથે લગ્ન કરી લીધા છે. આ સમગ્ર બનાવ અગે હાલ આશાએ તેના પતિ અને સાસરિયાં સામે લડાઇ લડવાનુ નક્કી કરી લીધું છે. તેથી આશાએ વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેને પગલે વેજલપુર પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.