ડેંગ્યુનો બોગસ રિપોર્ટ આપતી લેબ હજીરાના મોરા ગામેથી ઝડપાઇ છે.લેબ દ્વારા કરવામાં આવી રહેલા ગોરખધંધા નો પર્દાફાશ થતા આરોગ્ય વિભાગ દ્વારા મોરા ગામની એકસ.એલ.એસ.સેન્ટર પાસે રિપોર્ટ ની નકલો માંગવામાં આવી છે સાથે લેબોરેટરીને નોટિસ ફટકારી છે.
સુરતના હજીરા વિસ્તારમાં આવેલા મોરા ગામ ની લેબોરેટરીમાં ચાલતા ગોરખધંધાનો પર્દાફાશ થયો છે. આરોગ્ય વિભાગ દ્વારા લેબોરેટરીને નોટીસ ફટકારવામાં આવી છે.કારણ કે લેબ સંચાલકો દર્દીઓના પ્લેટલેટ કાઉન્ટ ઓછા દર્શાવી તમામ રિપોર્ટ ડેન્ગ્યુમાં ખપાવી દેવાતા હતા.એક્સ.એન.એસ.એલ.લેબોરેટરી દ્વારા પ્લેટલેટ કાઉન્ટ ઓછા દર્શાવતા હોવાનું કેટલીક ખાનગી હોસ્પિટલો અને જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગના ક્રોસ વેરીફિકેશનમાં બહાર આવ્યું. આ સાથે દર્દીઓ ને ખાનગી હોસ્પિટલ માં સારવાર માટે ખસેડવામાં આવતા હતા.જ્યાં 10 દિવસ સુધી દર્દીઓ ને સારવારના નામે લૂંટ ચલાવતા હતા. બાદ માં ડેન્ગ્યુના કેસ માટે જરૂરી એવા એન.એસ વન રિપોર્ટ માટે અન્ય જગ્યાએ મોકલવામાં આવતા હતા.
બીજી વખતની તપાસમાં સંખ્યાબંધ કેસમાં પ્લેટલેટ કાઉન્ટ પૂરતા હોવાનું તેમજ ડેન્ગ્યુ નહીં પરંતુ સાદો તાવ કે મેલેરિયા હોવાનું ધ્યાને આવ્યું હતું.જ્યાં લેબોરેટરીને નોટિસ ફટકારી તેના રિપોર્ટ મેળવવાની કવાયત હાથ ધરી છે.આ સાથે આજે પણ પ્રાથમિક આરોગ્ય વિભાગ દ્વારા રેડ મારવામાં આવી હતી. અહેવાલ બાદ લેબ સંચાલક ત્યાંથી ભાગી છૂટ્યો હતો. કલાકો બાદ પણ લેબ સંચાલક જોવા મળ્યો ન હતો. હાલ આરોગ્ય વિભાગના અધિકારીએ આ અંગે રાજ્ય સરકારને લેખીત માં રજુઆત કરશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.