દરિયાઈ માર્ગેથી ડ્રગ્સ ઘુસાડવાના રેકેટનો પર્દાફાશ: વેરાવળ બંદરેથી 350 કરોડનું હેરોઇન ઝડપાયું, 9 ખલાસીની ધરપકડ

Heroin: દેશમાં ડ્રગ્સ સપ્લાય માટે નવી લાઈન શરૂ થઇ છે. જેમાં પહેલી વખત વેરાવળના દરિયા કિનારેથી ડ્રગ્સ(Heroin) ઝડપાયું છે. અંદાજીત 300 કરોડનું હેરોઈન ઝડપાયું છે. તેમાં વેરાવળ બંદરેથી 50 કિલો હેરોઈન ઝડપાયું છે.

FSLની તપાસમાં હેરોઈન હોવાનો ખુલાસો થયો
અરબી સમુદ્રમાં દરિયાઈ માર્ગે આવતા નશીલા પદાર્થના મોટા જથ્થાને સુરક્ષા એજન્સીએ ઝડપી પાડ્યો છે. જે FSL રિપોર્ટ આવ્યા બાદ આ માદક પદાર્થ હેરોઇન હોવાની માહિતી બહાર આવી હતી. સૂત્રોમાંથી માહિતી વિગતો મુજબ વેરાવળ નજીકના સમુદ્રમાંથી સુરક્ષા એજન્સીઓને મળેલી બાતમીના આધારે એક ફિશિંગ બોટમાં વેરાવળ બંદર ઉપર આવી રહેલા હેરોઇનના મોટા જથ્થાને ઝડપી પાડવામાં આવ્યો છે.

યુવાધનને બરબાદ કરવાના રેકેટનો પર્દાફાશ થયો
યુવાધનને બરબાદ કરવાના રેકેટનો પર્દાફાશ થયો છે. અરબી સમુદ્રમાં દરિયાઈ માર્ગે આવતા નશીલા પદાર્થના મોટા જથ્થાને સુરક્ષા એજન્સીએ ઝડપી પાડ્યો છે. સૂત્રોમાંથી માહિતી વિગતો મુજબ વેરાવળ નજીકના સમુદ્રમાંથી સુરક્ષા એજન્સીઓને મળેલી બાતમીના આધારે એક ફિશિંગ બોટમાં વેરાવળ બંદર ઉપર આવી રહેલા હેરોઇનના મોટા જથ્થાને ઝડપી પાડવામાં આવ્યો છે.

હાલ સુરક્ષા એજન્સીઓને મોટી સફળતા મળી છે. ત્યારે આ નશીલા પદાર્થની હેરાફેરીમાં સ્થાનિક કોઈ માછીમાર અથવા કોઈ એવા ગુનાહિત માનસ ધરાવતા તત્વોની સંડોવણી છે કે કેમ? આ ઉપરાંત આ નશીલા પદાર્થનો જથ્થો કોણે મોકલ્યો હતો. કોના દ્વારા મંગાવામાં આવ્યો હતો તે દિશામાં તપાસનો ધમધમાટ હાથ ધરવામાં આવ્યો છે.