LIVE હીટ એન્ડ રનનો વિડીયો: કારે રસ્તા ઉપર ઉભેલા ચાર મિત્રોને કચડ્યા – હવામાં ફંગોળાઈને 10 ફૂટ દૂર પડ્યા

ગ્વાલિયર(Gwalior)માં રોડ અકસ્માતનો એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. જેમાં એક કારે 4 વિદ્યાર્થીઓને ટક્કર મારી હતી. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, રસ્તા પર બાઇક પર બેસીને 4 મિત્રો એકબીજા સાથે વાત કરી રહ્યા છે. ત્યારે અચાનક એક હાઇસ્પીડ કાર(High speed car) આવે છે અને ચારને ટક્કર મારીને નીકળી જાય છે. આ અકસ્માત(Accident)માં ચાર વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા. જેઓને હોસ્પિટલ(Hospital)માં દાખલ કરવામાં આવ્યા છે.

જ્યારે કારે વિદ્યાર્થીઓને ટક્કર મારી ત્યારે તે લગભગ 100 કિમી પ્રતિ કલાકની ઝડપે જઈ રહી હતી. સાક્ષીઓનું કહેવું છે કે કારનો ડ્રાઈવર નશામાં હતો. અકસ્માત બાદ તે થોડીવાર માટે થંભી ગયો હતો. પરંતુ, કોઈ તેને પકડી શકે તે પહેલા તે કાર લઈને હજીરા તરફ ભાગ્યો હતો. આ ઘટના સોમવારે તાનસેન રોડ પર બની હતી, જેનો વીડિયો મંગળવારે વાયરલ થયો હતો.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે, આ સફેદ રંગની કાર સ્ટેશનની બાજુથી આવે છે અને વિદ્યાર્થીઓને ટક્કર માર્યા બાદ રોડની બીજી બાજુ જાય છે. અકસ્માત જોઈને આસપાસના લોકો ત્યાં પહોંચી ગયા હતા. અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા વિદ્યાર્થીઓના નામ હર્ષ પટેલ (18) તાનસેન નગરના રહેવાસી અને તેના મિત્રો વંશ ભદૌરિયા, આકાશ શખ્બર, સિદ્ધાર્થ રાજાવત છે.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, સફેદ રંગની સ્વિફ્ટ ડીઝાયર કાર તેની સાથે અથડાઈ હતી. જેનો રજીસ્ટ્રેશન નંબર MP07 CK-8226 છે. આ કાર કાંચમીલ નિવાસી રામ બક્ષ સિંહના પુત્ર સરદાર સિંહના નામ પર નોંધાયેલ છે. પોલીસ કાર ચાલકને શોધી રહી છે. સ્થાનિક લોકોએ એમ પણ જણાવ્યું કે ડ્રાઈવર નશામાં હતો. સીએસપી રવિ ભદૌરિયાએ જણાવ્યું કે અકસ્માત સોમવારે સાંજે થયો હતો. જેના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે. પોલીસે ઇજાગ્રસ્તની ફરિયાદ પરથી આરોપી કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *