ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં કોરોના કેસની સંખ્યા 485 નોંધાઈ છે. આ વધારા પાછળનું કારણ ટેસ્ટમાં થયેલો વધારો હોવાનું બહાર આવ્યું છે. રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો 18,117 છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં લોકોનાં મૃત્યુ 30 નોંધાયા છે.
રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 318 રહી હતી. હવે ગુજરાત હાઈકોર્ટની ફટકાર બાદ માસ ટેસ્ટીંગ ના રસ્તે સરકાર ચાલી રહી છે, જેને કારણે હવે કોરોનાના કેસ આગામી દિવસોમાં હજી વધી શકે છે. વૈશ્વિક લડાઈ લડી રહેલા અમેરિકા, કોરિયા જેવા દેશોએ મોટા પ્રમાણમાં ટેસ્ટીંગ અને સારવાર કરીને જ આ રોગ સામે કાબુ મેળવ્યો છે.
દેશની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં દેશમાં કોવિડ-19 કુલ 4,776 દર્દી સાજા થઇ ગયા છે. આ ઉપરાંત, અત્યાર સુધીમા દેશમાં કોવિડ-19ના કુલ 1,00,303 દર્દીઓ સાજા થયા છે. કોવિડ-19ના દર્દીઓ સાજા થવાનો દર 48.31% નોંધાયો છે. હાલમાં દેશમાં કોવિડ-19ના કુલ 1,01,497 સક્રિય કેસો છે અને તમાનને સક્રિય તબીબી દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. કોવિડ-19ના દર્દીઓનો મૃત્યુદર 2.80% નોંધાયો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news