Rain In Gujarat: રાજ્યમાં હાલ વરસાદનો બીજો રાઉન્ડ ચાલી રહ્યો છે. પરંતુ છેલ્લા 2 દિવસથી ગુજરાતમાં મેઘરાજાની સવારી ફરીથી ધીમી થઈ ગયી હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતમાં પડેલા વરસાદની વિગતતો રાજ્યના 104 તાલુકામાં ઓછી વધતી મેઘમહેર થઈ છે. ભાવનગરના શિહોરમાં સૌથી વધુ 5 ઈંચ વરસાદની (Rain In Gujarat) મેઘરાજાએ ધબધબાટી બોલાવતા રોડ પર પાણી ફરી વળ્યા છે. નીચાણવાળા વિસ્તારમાં આવેલા ઘર અને દુકાનોમાં પાણી ઘૂસી ગયા છે. ભારે વરસાદના પગલે શિહોરમાં નદી-નાળા છલકાઈ ઊઠ્યા છે.
ઉમરપાડામાં નોંધાયો 4 ઈંચ વરસાદ
જ્યારે ઉમરપાડામાં 4.5 ઈંચ, વાલોડમાં 2.5 ઈંચ, ઉમરાળામાં 4.5 ઈંચ, કપરાડામાં 3 ઈંચ, બોડેલીમાં 4 ઈંચ, પલસાણામાં 3.5 ઈંચ, કામરેજ અને ક્વાંટમાં 4.5 ઈંચ, વ્યારા અને બારડોલીમાં 2.5 ઈંચ, ઉચ્છલમાં 2.5 ઈંચ, સોનગઢમાં 2.5 ઈંચ, માંડવીમાં સવા 2 ઈંચ, ઓલપાડમાં પોણા 2 ઈંચ વરસાદ પડી ચૂક્યો છે.
ઝાંઝરીમાં વનરાજી ખીલી ઉઠી
ભારે વરસાદ બાદ ખેડા-અરવલ્લીના સરહદી વિસ્તારોમાં પ્રકૃતિ ખીલી ઉઠી છે. સરહદી વિસ્તાર ઝાંઝરીમાં વનરાજી સોળે કળાએ ખીલી ઉઠી છે. વાત્રક નદીમાં નવા નીર આવતા ધોધ વહેતો થયો છે. ગઈકાલે ઝાંઝરી ધોધના કુદરતી સૌંદર્યને નિહાળવા પર્યટકો ઉમટ્યાં હતા. પરિવારજનો સાથે લોકોએ સેલ્ફી અને ઊંટ સવારીની મઝા માણી હતી. ઝાંઝરી ધોધ વહેતો થતાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. અહીં 20થી વધુ હોમગાર્ડ જવાનોને તૈનાત કરાયા છે. હોમગાર્ડ જવાનો લોકોને ભયજનક જગ્યાએ જતા રોકી રહ્યાં છે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે તંત્ર સજ્જ બન્યું છે.
અલદરી માતાનો ધોધ જીવંત થયો
મહીસાગર જિલ્લામાં શહેર અને ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો છે. ત્યારે વરસાદને પગલે ખાનપુર તાલુકાનો અલદારી માતાનો ધોધ જીવંત થયો છે. આ ધોધ જીવંત થતાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. ધોધ જીવંત થતાં ગુજરાત સહિત અન્ય જિલ્લાના પર્યટકો ઉમટી પડ્યા હતા.
બનાસ નદીમાં નવા નીરની આવક
ઉપરવાસમાં ભારે વરસાદને લઈને બનાસકાંઠાની જીવા દોરી સમાન બનાસ નદીમાં નવા આવ્યા છે બનાસ નદી સતત ત્રીજીવાર જીવંત બનતા બનાસકાંઠાના ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. બનાસ નદીના પાણી દાંતીવાડા ડેમમાં જતા હોવાથી દાંતીવાડા ડેમ પણ ભરાય છે, જેના કારણે બનાસકાંઠાના ખેડૂતોને મોટો ફાયદો થઈ શકે તેમ છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube