હાલમાં પેટ્રોલ-ડીઝલની કિંમતો આસમાને પહોચી છે. મોંઘવારીના મારને કારણે સામાન્ય પ્રજા ઘણું ભોગવી રહી છે. આ ઉપરાંત નજીકના દિવસોમાં પેટ્રોલ-ડીઝલની કિંમતો ઘટે તેવું લાગી રહ્યું નથી. તેવામાં હવે વધતી જતી ઈંધણની કિંમતોને લઈ સુરતીઓને વધુ એક મોટો ફટકો પડ્યો છે. સુરત લક્ઝરી બસ એસોસિયેશન દ્વારા સુરતથી સૌરાષ્ટ્ર જતી ખાનગી બસોનાં ભાડાં વધારવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
હાલ ગુજરાતમાં જ નહીં પણ દેશભરમાં પેટ્રોલ અને ડીઝલનાં ભાવો સતત વધી રહ્યા છે. ડીઝલની કિંમત પણ પેટ્રોલને લગોલગ આવી ગઈ છે. તેવામાં વધતી જતી ઈંધણની કિંમતોની અસર હવે મુસાફરી ઉપર પણ જોવા મળી રહી છે. આ દરમિયાન સુરત લક્ઝરી બસ એસોસિયેશન દ્વારા સુરતથી સૌરાષ્ટ્ર જતી ખાનગી બસોનાં ભાડાં વધારવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સિંગલ સ્લીપર સીટના ભાવમાં 100 રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો છે.
એટલું જ નહીં પણ સુરત લક્ઝરી બસ એસોસિયેશન દ્વારા બીજો પણ એક નિયમ લાગુ કરવામાં આવ્યો છે. જેમાં હવે ખાનગી બસો રસ્તામાંથી કોઈપણ મુસાફરોને બેસાડી નહીં શકે. અને જો રસ્તામાંથી મુસાફરોને બેસાડતાં પકડાશે તો પાંચ હજાર રૂપિયાનો દંડ લેવામાં આવશે. મુસાફરોને બેસાડવા માટે પીકઅપ પોઈન્ટ નક્કી કરવામાં આવ્યા છે. અને આ જ પોઈન્ટથી મુસાફરોને બેસાડી શકાશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle