મહીસાગર જિલ્લામાં આવેલા કડાણામાં આશરે 65 કરોડ વર્ષ જુના પથ્થરરૂપી અવશેષો મળી આવ્યા છે. ભારતની ચાર ભૂસ્તર શાસ્ત્રીય અજાયબીઓમાંથી કડાણા ડેમ નજીકથી જે એ.ડી.કરંટ સાઈટ મળી છે જે સૌથી જુની છે. જિયોલોજીકલ સર્વે ઓફ ઈન્ડિયાએ આને ભારતની ચોથી જિયોલોજિકલ અજાયબી તરીકે જાહેર કરી છે.
તમારા મનમાં સવાલ થતો હશે કે આ કઈ જગ્યા છે. આ પથ્થરો કડાણા ડેમના 600 મીટર ડાઉન સ્ટ્રીમ મહીસાગર નદીના ડાબા કાંઠેથી મળ્યા છે. માનવામાં આવે છે કે, જ્યારે સમગ્ર વિશ્વનો નકશો અલગ હતો ત્યારે ભારતનો ભૂભાગ દક્ષિણ ગોળાર્ધ તરફ હતો અને જોડાયેલો હતો આફ્રિકા સાથે અને ત્યારે આ પથ્થરોનું નિર્માણ થયું હતું.
કડાણા ડેમ સાઈટનું નિર્માણ સન 1963માં ચાલી રહ્યું હતું, અને ત્યારે કડાણા ડેમના બાંધકામ માટે એક ક્વોરી બનાવાઈ હતી. ત્યાર બાદ ત્યાં પહોંચવા માટે એક એપ્રોચ રોડ બનાવાયો. આ સાઈટ ઉપર નિયુક્ત જિઓલોજિસ્ટ ઈકબાલૂદ્દીનને આ એ.ડી.કરંટ માર્કિંગ સૌથી પહેલા ધ્યાનમાં આવ્યા હતા.
ત્યારે તેમણે એક રિસર્ચ પેપર લખ્યું હતું. ત્યાર બાદ આ રિસર્ચ પેપર તે સમયના જર્નલમાં છાપવામાં આવ્યું અને ત્યાર બાદ આખી દુનિયાએ તેની નોંધ લીધી હતી. તમારા મનમાં એ સવાલ થતો હશે કે, આ પથ્થર અજાયબી કેવી રીતે અને કેમ બની. લગભગ 65 કરોડ વર્ષ પહેલાં જળકૃત પથ્થરો એટલે કે રેતીમાંથી જ્યારે પથ્થરનું સર્જન થયું ત્યારે તેના પર રચાયેલા પાણીના વમળોની ડિઝાઈન હજુ અહીં યથાવત છે તેવું જાણકારોનું કહેવું છે.
ડાયનેસોરની ઉત્પતિ 6 કરોડ વર્ષ પહેલા થઇ હતી તેવું માનવામાં આવે છે. આ જે અલગ તરી આવતા પથ્થર મળ્યા છે તે 63 કરોડ વર્ષ જૂના છે. ગુજરાતની મળીને ચાર જિયોલોજીકલ અજાયબી ભારતમાં થઈ છે. મહારાષ્ટ્રમાં પહેલી છે, તિરૂપતિમાં બીજી, રાજસ્થાનમાં ત્રીજી છે અને ચોથી કડાણા ડેમ સાઈટ આવેલી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.