હવે તો ઘરમાં પણ અસુરક્ષિત! બેકાબૂ ટ્રકે ઘરમાં ઘુસી ત્રણ લોકોની કચડી નાખ્યા, ત્રણેયના દર્દનાક મોત

હિમાચલ પ્રદેશ(Himachal Pradesh)ના મંડી(Mandi) જિલ્લામાં આજે એટલે કે મંગળવારે સવારે એક દર્દનાક અકસ્માત(Accident) થયો હતો. નેશનલ હાઈવે પર મંડી જિલ્લાના ખલિયારમાં એક બેકાબૂ ટ્રક અચાનક એક ઘર સાથે ઘુસી ગઈ હતી. મકાનમાં ટ્રકની ટક્કરથી ત્રણ લોકોના મોત થયા હતા અને એક ઘાયલ થયો હતો. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી.

ન્યૂઝ એજન્સી ANIને એડિશનલ એસપી આશિષ શર્માને ટાંકીને આ સમાચાર આપ્યા છે. આશિષ શર્માએ જણાવ્યું કે ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે મૃતકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. અમે તમને જણાવી દઈએ કે, મૃતકોની ઓળખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. સાથે જ ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, ટ્રક એટલે કે ટીપરમાં ડ્રાઈવર સહિત 5 લોકો સવાર હતા.

તમને જણાવી દઈએ કે ગયા મહિને મંડીમાં પણ આવી જ રીતે એક દર્દનાક માર્ગ અકસ્માત થયો હતો, જેમાં એક જીપ ખાડીમાં પડી હતી, જેમાં 34 વર્ષની માતા અને 11 વર્ષના પુત્રનું મોત થયું હતું. એવું કહેવામાં આવ્યું હતું કે પરિવાર લગ્ન સમારંભમાંથી ઘરે પરત ફર્યો હતો અને ઘરની સામે જીપ પાર્ક કરી હતી. પરંતુ ડ્રાઈવર નીચે ઉતરતા જ જીપ પલટી ખાઈ ગઈ અને અકસ્માત સર્જાયો.

જાણો શું હતો સમગ્ર મામલો?
સબ ડિવિઝનના કુલંદર ગામમાં રહેતા કાકુનો પરિવાર લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે નગરોટા ગયો હતો. બપોરે 1 વાગ્યાની આસપાસ આ લોકો પોતાના ઘરે પરત ફર્યા હતા. ડ્રાઇવરે જીપ ઊભી રાખી અને બહાર નીકળ્યો કે તરત જ જીપ પોતાની મેળે આગળ વધવા લાગી. જીપ પલટી ખાઈને 300 મીટર ઊંડી ખાડીમાં પડી હતી. ડ્રાઈવર અને અન્ય લોકો કંઈ સમજે તે પહેલા અકસ્માત સર્જાયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *