ઉદ્ધવ ઠાકરેએ ભાજપને ફેંક્યો ખુલ્લો પડકાર- કહ્યું જો તમારામાં તેવડ હોય તો…

મહારાષ્ટ્ર(Maharashtra)ના સીએમ એકનાથ શિંદે(Eknath Shinde)એ સોમવારે વિધાનસભામાં વિશ્વાસ મત જીત્યો હતો. આ દરમિયાન શિવસેના(Shiv Sena) પ્રમુખ ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray)એ ભાજપ પર ગંભીર આરોપ લગાવ્યા છે.…

મહારાષ્ટ્ર(Maharashtra)ના સીએમ એકનાથ શિંદે(Eknath Shinde)એ સોમવારે વિધાનસભામાં વિશ્વાસ મત જીત્યો હતો. આ દરમિયાન શિવસેના(Shiv Sena) પ્રમુખ ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray)એ ભાજપ પર ગંભીર આરોપ લગાવ્યા છે. ઉદ્ધવ ઠાકરેએ આરોપ લગાવ્યો છે કે ભાજપ(BJP) તેમની પાર્ટીને ખતમ કરવાની યોજના બનાવી રહ્યું છે. એટલું જ નહીં, ઉદ્ધવ ઠાકરેએ ભાજપને મધ્યસત્ર ચૂંટણી કરાવવાનો પડકાર પણ ફેક્યો હતો.

શિવસેના ભવનમાં શિવસેના જિલ્લા પ્રમુખોની બેઠકમાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, મનસ્વી રીતે વિધાનસભા ચલાવવી એ બંધારણનું અપમાન છે. એકનાથ શિંદેના બળવા બાદ ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રના સીએમ પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું. શિવસેનાના બળવાખોર ધારાસભ્યો અને ભાજપના સમર્થનથી એકનાથ શિંદે મુખ્યમંત્રી બન્યા છે.

એજન્સી અનુસાર, શિવસેના દ્વારા જારી કરવામાં આવેલા નિવેદન અનુસાર, ઠાકરેએ તેમની પાર્ટીના નેતાઓને કહ્યું, “જો તેઓ લડવા માંગતા હોય તો સાથે રહે.” તેમણે કહ્યું કે, ભાજપ શિવસેનાને ખતમ કરવાનો પ્રયાસ કરી રહી છે. હું તેમને પડકાર ફેંકુ છું કે તેઓ રાજ્યમાં મધ્યસત્ર ચૂંટણી કરાવીને બતાવે. જો અમે ખોટા હોઈશું તો લોકો અમને ઘરે મોકલશે. જો તેઓ (ભાજપ, એકનાથ જૂથ) ખોટા હશે તો લોકો તેમને ઘરે મોકલી દેશે.

આટલું જ નહીં, ઉદ્ધવ ઠાકરેએ નિષ્ણાતોને તેમના મંતવ્યો વ્યક્ત કરવા પણ કહ્યું કે, શું રાજ્યમાં બંધારણના ધોરણોનું પાલન થઈ રહ્યું છે કે નહીં. ગયા મહિને એકનાથ શિંદે જૂથે શિવસેના સામે બળવો કર્યો હતો. શિવસેનાના ઘણા ધારાસભ્યોએ તેમની સાથે બળવો કર્યો હતો. આવી સ્થિતિમાં ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની મહા વિકાસ આઘાડીએ બહુમતી ગુમાવી દીધી.

ઉદ્ધવ ઠાકરેએ રાજીનામું આપ્યું. શિંદેએ 30 જૂને નવા સીએમ તરીકે શપથ લીધા હતા. તે જ સમયે, ભાજપના દેવેન્દ્ર ફડણવીસ રાજ્યના ડેપ્યુટી સીએમ બન્યા. બીજી તરફ ઉદ્ધવના પુત્ર આદિત્ય ઠાકરેએ કહ્યું કે, કેટલાક લોકોએ પાર્ટી છોડી દીધી, પરંતુ શિવસેના ખતમ નહીં થાય. તેમણે દાવો કર્યો હતો કે ગુજરાતની સાથે મહારાષ્ટ્રમાં પણ મધ્યસત્ર ચૂંટણી યોજાશે. આદિત્યએ કહ્યું, આ સાબિતી છે કે વ્હીપનું ઉલ્લંઘન થયું હતું. એટલા માટે અમે બળવાખોર ધારાસભ્યો સામે કાર્યવાહી કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *