વડોદરાની સડકો પર ટહેલવા નીકળ્યા મગર! વિડીયો સામે આવતા લોકોમાં ફફડાટ

વડોદરા(Vadodara): શહેરમાં ઘણી વાર મગરો(Crocodile) બહાર નીકળવાની ઘટનાઓ સામે આવતી જ હોય છે. તેમાં પણ ખાસ કરીને ચોમાસા (Monsoon)ની ઋતુમાં નદીઓ અને તળાવોમાં પાણીની આવક વધતા મગરો બહાર નીકળવાની ઘટનાઓ બની રહી છે. ત્યારે આવી સ્થિતિમાં વડોદરા નજીક આવેલ કરજણમાં એક મગર રસ્તો ઓળંગી બીજી તરફ જતો હોય તેવો વીડિયો સોશિયલ મીડિયા (Social media)માં વાઇરલ થયો છે.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

રાત્રે મગરનું રોડ ક્રોસિંગ:
વડોદરાની વિશ્વામિત્રી નદી મગરોના વસવાટ માટે જાણીતી છે. પરંતુ, હવે ઘણી વાર મગરો વડોદરાના સ્થાનિક વિસ્તારોમાં પણ જોવા મળતી હોય છે. તેમાં પણ આ વર્ષાઋતુમાં જળાશયોમાં પાણીની આવક વધતા મગરો બહાર નીકળી રહ્યા છે. અને સ્થાનિક વિસ્તારોમાં જોવા મળી રહી છે. જેને પગલે સ્થાનિક લોકોમાં ગભરાટ જોવા મળતો હોય છે. ત્યારે હવે વડોદરા પાસે આવેલા કરજણમાં રાત્રે એક મગર રોડ આળંગી ડિવાઇર કૂદી બીજી તરફ રોડની ઝાડીઓમાં જતો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયો કરજણના નવાબજાર ડેપો પાસે હુસૈન ટેકરીનો હોવાનું માનવામાં આવી રહ્યું છે.

કૂતરા જોરથી ભસવા લાગ્યા:
આ વીડિયોમાં સાંભળી શકાઈ છે કે, એક મુસાફર રિક્ષા ચાલકને કહે છે કે, રિક્ષા સાઇડમાં રાઇડમાં રાખો, મગરનો વીડિયો બનાવી દઇએ. આ દરમિયાન મગર એક સોસાયટી તરફથી રોડ પર આવે છે અને ડિવાઇડર પર ચડી રોડની બીજી તરફ ઝાડીઓમાં જતો રહો છે. આ દરમિયાન રોડ પર પસાર થતી ગાયોનું ટોળું તેમજ કૂતરાઓનો જોરથી ભસવાના અવાજ પણ આવે છે.

જાંબુવા નદીમાં મગરો વસવાટ કરે છે:
મળતી માહિતી અનુસાર, 8 દિવસ પહેલા જાંબુવા નદીમાં પૂર આવતા મગર નદીમાંથી બહાર નીકળી આવ્યો હતો અને રોડ પરથી પસાર થતો જોવા મળ્યો હતો. રોડ પર મગરને જોઈને બે બાઇક ચાલકો રોડ પર ઉભા રહી ગયા હતા અને મગર ગયા બાદ ત્યાંથી નીકળ્યા હતા.

જાંબુવા નદીમાંથી મગર બહાર નીકળતા જાંબુવા ગામના રહીશોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આ પહેલા પણ વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં આવેલા હિરા​​​​​​વંતી ચેમ્બર્સમાં મગર આવી ગયો હતો. વિશ્વામિત્રી નદી બાદ જાંબુવા અને ઢાઢર નદીમાં મોટાપાયે મગરો વસવાટ કરે છે અને વરસાદ બાદ મગરો નદીમાંથી બહાર નીકળવાની ઘટનાઓ સામે આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *