હિમાચલ પ્રદેશમાં ભાર વરસાદે ફરી મચાવી તબાહી: ભૂસ્ખલનથી અત્યાર સુધીમાં 52 લોકોના મોત, શિવમંદિરમાં 11ના મોત

Himachal Pradesh rains: હિમાચલ પ્રદેશમાં હાલમાં ખૂબ જ ભારે વરસાદ અને ભૂસ્ખલનથી સર્જાયેલી વિનાશમાં અત્યાર સુધીમાં કુલ 51 લોકોના મોત થયા છે. મળતી માહિતી મુજબ શિમલામાં ભૂસ્ખલનને કારણે 14 લોકોના મોત થયા છે. આ તરફ રાજ્યમાં કુદરતી આફતના(Himachal Pradesh rains) કારણે મૃત્યુઆંક હજુ પણ વધારો થઈ રહ્યો છે.

ભૂસ્ખલનને કારણે રાજ્યમાં ઘણા મોટા રસ્તાઓ પણ બંધ થઈ ગયા, ઘરોને પણ નુકસાન થયું અને શિમલાના મંદિરમાં ઘણા ભક્તો પણ દટાઈ ગયા છે. એકલા શિમલામાં ભૂસ્ખલનની બે જગ્યાએથી 14 મૃતદેહો મળી આવ્યા હતા. સમર હિલ વિસ્તારમાં આવેલા શિવ મંદિરના કાટમાળ નીચે વધુ લોકો ફસાયા હોવાની માહિતી મળી રહી છે.

મંદિરમાં ભક્તોની ભીડ વચ્ચે ભૂસ્ખલન
શિમલામાં જ્યારે ભૂસ્ખલન થયું ત્યારે મંદિરમાં ભક્તોની ભીડ ભરી હતી. આ ભક્તો સોમવારે ભગવાન શિવના દર્શન કરવા માટે આવ્યા હતા. જ્યારે મંડી જિલ્લામાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં ઓછામાં ઓછા 19 લોકોના મોત થયા છે. હિમાચલ પ્રદેશમાં, સ્થાનિક હવામાન વિભાગે 17 ઓગસ્ટ સુધી વિવિધ સ્થળોએ ભારે વરસાદ, તોફાન અને વીજળી માટે યલો એલર્ટ પણ જારી કર્યું છે. હિમાચલ પ્રદેશમાં 19 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે.

પરીક્ષાઓ રદ, શાળા-કોલેજો બંધ
ભારે વરસાદ વચ્ચે રાજ્ય સરકારે પણ પરીક્ષાઓ રદ કરી છે અને શાળા-કોલેજો બંધ રહેશે તેવી માહિતી પણ જણાવી છે. સોમવારે હિમાચલ પ્રદેશમાં વરસાદને કારણે થયેલી ભારે તબાહી અંગે રાજ્યના CM સુખવિંદર સિંહ સુખુએ કહ્યું છે કે, છેલ્લા 24 કલાકમાં 50 થી વધુ લોકોના મોત થયા છે. 20થી વધુ લોકો હજુ પણ ફસાયેલા છે, મૃત્યુઆંક વધી રહ્યો છે. શોધ અને બચાવ કામગીરી પણ ચાલુ છે. રાજ્યમાં સ્વતંત્રતા દિવસ પર કોઈ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન નહીં કરવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે.

ઉત્તરાખંડમાં ઓરેન્જ એલર્ટ જાહેર
ભારત હવામાન વિભાગ એ આજે ​​પણ ઉત્તરાખંડમાં ભારે વરસાદની સંભાવના પણ વ્યક્ત કરી છે અને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, દેહરાદૂન, પૌરી, ટિહરી, નૈનીતાલ, ચંપાવત અને ઉધમ સિંહ નગરમાં વિવિધ સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. ભારે વરસાદને કારણે ઋષિકેશની આસપાસના વિસ્તારોમાં ઘણી જગ્યાએ પાણી પણ ભરાઈ ગયા છે અને ગંગા નદીના જળસ્તરમાં પણ વધારો થયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *