એટલા માટે છેલ્લા એક દાયકા માં કેસ વધ્યા છે કેમ કે આપને સમૂહ કુટુંબ માં થી એકલવાયા રહેતા થયા, લાખો ની વચ્ચે પોતાનું અને પોતાનો પ્રેમ શોધતા થયા. આ રસ્તા માં ઘણા સારા ઘણા ખરાબ મળ્યા અને અનુભવો થયા. આપને વિજ્ઞાન ટેકનોલોજી માં એટલે ઘુસી ગયા કે આસપાસ ના આપના જ સગા બેઠા હોય અને આપને ફેસબુક, વોટ્સ એપ માં દૂર બેઠા અજાણ્યા સાથે રડતા અને હસતા શીખી ગયા.
હિન્દુ ધર્મ ને અને તેની દરેક વસ્તુ ને આપને માન્યતા ગણાતા થયાં. ૧૫ વર્ષ પહેલાં મંદિર જવાનો અને સવારે સાંજે આરતી માં પૂજા કરવાનો રિવાજ ભૂલી ગયા. શરીર પર ચહેરા પર ચંદન અને કંકુ નો ચાંદલો કરતા શરમ આવવા માંડી. ચાંદલા પાછળ નું વિજ્ઞાન ખબર છે ? વાંચજો રોજ ૨ કલાક ઓનલાઇન સેક્સ અને અર્ધ કપડાં સાથે બતાવતી સિરીઝ જોવા કરતા પુસ્તક વાંચન અને સવારે ઊઠીને માતા પિતા ને પગે લાગવું જેથી કોઈના આશીર્વાદ સાથે છે તેવો અનુભવ થશે અને મારે કમસે કમ આ લોકો એ માં જન્મ આપ્યો છે મહેનત કરી પેટે પાટા બાંધી મોટો કર્યો છે મારે એમના માટે જીવવાનું છે અને સારા કર્યો કરવામાં છે.
ઘર આંગણે તુલસી ના ક્યારે દીવો અને સૂર્ય દેવ ને જળ અર્પણ કેમ ઊંડાણ માં બઉ વેજ્ઞાનિક કારણો છે પરંતુ આવી પ્રકૃતિ સાથે જોડાયેલો છું અને હું પણ તેનો ભાગ છું. સૂર્ય જેટલો શક્તિવાન અને ઉર્જાવાન બનાવે તે માટે ની વિશ્વાસ અને વૃક્ષો ની જેમ મદદરૂપ થાવ તેવા સદ વિચાર. આ બધું હિન્દુ ધર્મ અને ઓની ભારતીય વિચાર શૈલી થી જ આવે.
હિન્દુ ધર્મ અને ધર્મ ની રક્ષા માટે લડે છે એમને પૂછો ડિપ્રેશન શું? એ આજે પણ કૃષ્ણ જેવા વિચારો અને ગાંડીવ જેવા હથિયારો સાથે જીવે છે. શરમ શા માટે ? આજે આપને બધ જ્યાં પહોચ્યા છીએ અને આપણને જેમને પહોચાડ્યા છે એ વડીલો આ જ કરતા હતા તમે અને હું નવા માટી ના નથી !એમને જૂના જમાના ના ગણવા ગયા છો ને એટલે આજે દવાઓ અન માનસિક રોગો થી પીડાય રહ્યા છો. ખાલી રોગ નહિ ડિવોર્સ, ઘર કંકાસ , ધંધા ના ચાલવાના કારણે આત્મવિશ્વાસ નો અભાવ. હિન્દુ ધર્મ ના એક એક પેજ અને ચાર વેદ ને અનુસરીએ યોગ પ્રાણાયામ અને ધ્યાન સાથે કુટુંબ હોય કે ધંધા એકજૂટ થઈને જીવીએ.
બાકી ભારત માં નવી વાતો અને નવો ટ્રેન્ડ છે દરેક વસ્તુ આવે અને મીણબત્તી પ્રગટાવવી આત્મા ને શાંતિ અપાવી અને પ્રદર્શન કરી નવું આવે તો ભૂલી જવું. હિન્દુ સંસ્કૃતિ અને વડીલો ના આશીર્વાદ એ જ મહાન છે.
– ડૉ. પૂર્વશ ઢાંકેચા
(અધ્યક્ષ , ઇન્ડિયા હેલ્થ લાઈન દક્ષિણ ગુજરાત પ્રાંત અંતગર્ત આંતર રાષ્ટ્રીય હિન્દુ પરિષદ)
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news