ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઇડામાં હિન્દુ-મુસ્લિમ ભાઈચારાની અનોખી રીત જોવા મળી છે. જ્યાં બંને સમુદાયના લોકોએ મંગળવારે એક મસ્જિદનું ખાતમુહુર્ત કર્યું. ખાસ વાત તો એ છે કે જ્યારે મસ્જિદનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું ત્યારે મોરબી હોય એકબાજુ કુરાનની આયાતો વાંચી તો બીજી બાજુ પંડિતોએ મંત્રોચ્ચાર કર્યો. મસ્જિદ નિર્માણમાં બંને સમુદાયના લોકો આગળ વધી દાન આપી રહ્યા છે. ખાતમુહૂર્ત વખતે લોકોએ કહ્યું કે મસ્જિદ માટે પૈસાની અછત નહીં થવા દઈએ. દરેક ઘરેથી પૈસા ભેગા કરવામાં આવી રહ્યા છે. મસ્જિદ માટે ગ્રેટર નોઇડા ઓથોરિટીએ જમીન અપાવી છે.
રાઠોડી અને આસપાસના ગામડાઓમાં મોટી સંખ્યામાં મુસલમાન સમાજના લોકો રહે છે. આ લોકો મસ્જિદમાં નમાજ અદા કરવા માટે જાય ત્યારે અજાય પુર આવેલા રેલવે સ્ટેશન પાસે ડેડીકેટેડ ફ્રેઇટ રેલ કોરિડોરમાં આવી ગઈ. મસ્જિદ રેલવેમાં આવવાથી લોકોને નમાજ અદા કરવામાં મુશ્કેલીઓ આવતી હતી. ઈ તેમજ અન્ય તહેવારો ઉપર લોકો હેરાન થતા હતા.આ સમસ્યાને નિવારવા માટે સ્થાનીય મુસ્લિમ પ્રતિનિધિ હિન્દુઓને મળ્યા.ત્યારબાદ બંને સમુદાયના લોકોએ મસ્જિદ માટે જમીન મેળવવા માટે ગ્રેટર નોઇડા ઓથોરિટીને સંપર્ક કર્યો.
જાણકારી મુજબ ઓથોરિટીના અધિકારી એ રાઠોડી ગામ પાસે મસ્જિદ નિર્માણ માટે જમીન આપી. જે પછી મસ્જિદના ખાત મુહર્ત માટે રાઠોડી, રયચા,ચક્ર કપૂર સહિત અન્ય ગામમાંથી હિંદુ-મુસ્લિમ મસ્જીદ નિર્માણ માટે ઓથોરિટી દ્વારા ફાળવવામાં આવેલ જમીન ઉપર પહોંચ્યા. આ અવસરે લાલા બદરી પ્રસાદ, મુમતાજ અલી, રામભરોસે શર્મા, હાજી અબ્દુલ, માસ્ટર અજીજ વગેરે લોકોની ઉપસ્થિતિમાં મસ્જિદનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું.