ચાણક્યની 5 વાતો જે તમારું જીવન બદલી શકે છે…

આચાર્ય ચાણક્ય આપણા દેશના એવા એક મહાન વિદ્વાન રહ્યા છે જેમના દ્વારા કહેવામાં આવેલી વાતો આજે પણ એટલી જ સાચી સાબિત થાય છે. આચાર્ય ચાણક્ય…

આચાર્ય ચાણક્ય આપણા દેશના એવા એક મહાન વિદ્વાન રહ્યા છે જેમના દ્વારા કહેવામાં આવેલી વાતો આજે પણ એટલી જ સાચી સાબિત થાય છે. આચાર્ય ચાણક્ય ની વાતો ઈટલી અસર વાળી હતી કે જેમણે એક સાધારણ ચંદ્રગુપ્તને મગધનો રાજા બનાવી દીધો હતો. ચાણક્ય ચાણક્ય નીતિ નામનું પુસ્તક લખ્યું. જેમાં એવી વાતો લખવામાં આવી છે કે જે આપણા જીવનને સાર્થક કરી શકે છે.

આપણને જીવન જીવવાની સાચી રીત બતાવે છે. આપણે આપણા જીવનમાં શું કરવું અને ન કરવું? આ બધી વાતો નું એક સારું વર્ણન ચાણક્યનીતિ માં કરવામાં આવ્યું છે. ચાણક્ય દ્વારા કહેવામાં આવેલી આ 5 વાતો આજે અમે અહીંયા તમારી સાથે શેર કરી રહ્યા છીએ જે તમારા જીવનમાં મોટું પરિવર્તન લાવી શકે છે.

1. મૂર્ખ લોકો સાથે વિવાદ ન કરો

ચાણક્ય કહે છે કે આપણે ક્યારેય પણ મૂર્ખ લોકો સાથે વિવાદ ન કરવો જોઈએ. મૂર્ખ લોકો પાસે જરા પણ સમજદારી નથી હોતી જો તમે તેઓની સાથે વિવાદ કરશો તો નુકશાન તમારું જ થશે.આવા લોકો સાથે વાદવિવાદ થવાથી તમારી ઈજ્જત ઓછી થશે. મૂર્ખ લોકો સાથે વિવાદથી બચવું હોય તો મૌન રહો અને વિવેક રાખો. આથી મૂર્ખ લોકો સાથે ક્યારેય વિવાદ ન કરો.

2. તમારી કમીઓ કોઈને પણ ન કહો.

વધુમાં વધુ લોકો પોતાના ચાહવા વાળા ને પોતાની ખામીઓ કહી દે છે જે તેને સમય જતાં મોંઘી સાબિત થાય છે. જ્યારે તમારો જન્મ થાય છે જ્યારે તમે એકલા હોવ છો. જન્મતાની સાથે જ તમારા સાંસારિક સંબંધો શરૂ થઈ જાય છે. સમયની સાથે તમે ઘણા બધા ઊંડા બંધનોમાં બંધાઈ જાઓ છો. આવામાં આપણે પોતાની કમજોરીઓ આ સંબંધોમાં જણાવી દઈએ છીએ.

જે સમય જતા બીજા લોકોને પણ ખબર પડી જાય છે. જે આપણા વ્યક્તિગત જીવન માટે સારું નથી. દરેક વ્યક્તિની કોઈને કોઈ કમજોરી જરૂર હોય છે. હવામાં પોતાની કમજોરી ક્યારેય પણ કોઈને ન કહો. પછી ભલે તે તમારો મિત્ર તમારી પત્ની જ કેમ ન હોય. તમારા આત્મસન્માન માટે આનાથી બચો.

3. તમારો માત્ર એક દોષ તમારા બધા ગુણ ને નષ્ટ કરી શકે છે.

જીવનમાં એવા ઘણા ઉદાહરણો જોવા મળે છે જ્યારે લોકો પાસે સુખ સુવિધા ,ધન-વૈભવ હોવા છતાં કોઈ એવી ભૂલ કરી બેસે છે જેનાથી તેમનું સ્વર્ગ જેવું જીવન નરક બની જાય છે. આવું આ કારણે થાય છે-આપણા એક દુર્ગુણ ને કારણે ભલે આપણામાં ઘણા બધા ગુણ હોય, તમારો વ્યવહાર સારો હોય, તમે દયાવાન હો, તમે સમાજસેવી હોવ અથવા તમે પૈસા વાળા હો.

તમારી સમાજમાં સારી એવી ઈજ્જત છે. પરંતુ જો તમારા અંદર એક નાનો એવો દુર્ગુણ હશે તો તે તમારું જીવન બર્બાદ કરી દેશે. દુર્ગુણો જેવાકે-નશો કરવો, ઐયાશી કરવી, કમંડળ કરવો અથવા તો જુગાર રમવો. એટલા માટે પોતાની અંદર નજર કરીને જુઓ કે તમારી અંદર આ પ્રકારના કોઇ દુર્ગુણ તો નથી ને. જો હોય તો તેનો ત્યાગ કરી દો. નહીંતર ફક્ત એક જ સેકન્ડમાં તમારી મહેનતથી બનાવેલી રમાયેલી બધી ઈજ્જત માટીમાં મળી જશે.

4. પૈસાને સમજી વિચારીને વાપરો.

આ કાર્ય તમે જરૂર સાંભળ્યું હશે કે પૈસા છે તો જીવન છે, વગર પૈસે આપણે સૌ કંગાળ છીએ. વાત એકદમ સાચી છે. વગર પૈસે ઇજ્જત નથી કે સુખ નથી. જીવનમાં પૈસા એક મહત્વનું પાત્ર ભજવે છે. ઘણા લોકો એવા હોય છે કે જે પૈસા નો દુર ઉપયોગ કરે છે. તેઓ કડી મહેનત અને પરસેવો પાડીને પૈસા કમાય છે અને તે પૈસાને બાદમાં ધૂમાડાની જેમ ઉડાવી દે છે. ઘણા લોકો એવા જોવામાં આવે છે કે જેઓ દિવસ પર મજૂરી કરે છે અને સાંજ થતાની સાથે જ દારૂ પીને આ કમાણી ને બરબાદ કરે છે.

જો પૈસા બરબાદ જ કરવા છે તો મહેનત કરવાનો ફાયદો શું? જો તમારી પાસે વધારે પૈસા છે તો તેને એક સીમા સાથે ખર્ચ કરો. સમયનો કોઈ ભરોસો નથી તે ક્યારે પલ્ટી જાય. આચાર્ય ચાણક્યના આ વાક્ય ને યાદ રાખો-કુબેર પણ પોતાની આવક કરતા વધારે ખર્ચ કરશે તો કંગાળ થઈ જશે. આ માટે પૈસા કમાવ અને તેની બચત કરો અને જ્યારે જરૂર પડે ત્યારે જ ખર્ચ કરો.

5. બદનામીથી ડરો.

આચાર્ય ચાણક્ય કહે છે કે અપમાનિત થઇને જીવવું તેના કરતાં મરવું સારું. મૃત્યુ તો ફક્ત એક ક્ષણમાં દુઃખ આપે છે પરંતુ અપમાનિત થઇને જીવવું એ દરેક દિવસે જીવનમાં દુઃખ લાવે છે. આપણા બધાની અંદર પણ બદનામીનો ડર હોવો જોઈએ. તે આદમીને જીવતાજીવત પળ પળ મારે છે.

એવું થાય છે જ્યારે આપણી આત્માં આપણને કહે છે કે તમે ખોટા છો અથવા તમે ખોટું કર્યું છે. જીવનમાં તમે કોઈ એવું કાર્ય ન કરો જેથી તમારે આખી જિંદગી બદનામીથી જીવવી પડે. જો તમે એક વખત બદનામ થઈ ગયા છો તો પછીથી તમે લોકોની નજરમાં પહેલાં જેવા નહીં રહો. આથી જીવનમાં કોઈપણ કાર્ય કરતા પહેલા સો વખત વિચારો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *