Hindu girl eloped after watching Kerala Story: મધ્યપ્રદેશ (Madhya Pradesh) ના ભોપાલ (Bhopal) માં હિન્દુ યુવતી અને મુસ્લિમ યુવકના કથિત પ્રેમપ્રકરણ (Hindu girl ran away with muslim lover) ચર્ચામાં છે. ચર્ચાનું એક કારણ એ પણ છે કે છોકરા-છોકરીઓ અલગ-અલગ ધર્મના છે, ત્યારે બીજું કારણ એ છે કે, તાજેતરમાં યુવતીને યુસુફ નામના આ યુવક સાથે લગ્ન ન કરવાની સખત સલાહ આપવામાં આવી હતી. પરંતુ તેમ છતાય તેણે હજી પણ મુસ્લિમ યુવક સાથે જવાનું નક્કી કર્યું અને તે પણ લગ્ન પહેલા જ. કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર બંનેએ લગ્ન પણ કરી લીધા છે, જોકે આ સંપૂર્ણપણે સ્પષ્ટ નથી, જણાવવામાં આવ્યું છે કે આ 19 વર્ષની છોકરી નર્સિંગનો અભ્યાસ કરે છે.
એક રિપોર્ટ અનુસાર, પોલીસે કહ્યું કે યુસુફ વિરુદ્ધ અડધા ડઝનથી વધુ કેસ નોંધાયેલા છે. તે તેના વિસ્તારનો રીઢો ગુનેગાર છે. યુવતીના સંબંધીઓએ આરોપ લગાવ્યો છે કે યુસુફ તેમની દીકરીને લલચાવીને ભગાડી ગયો છે. તે જ સમયે ભોપાલના બીજેપી સાંસદ પ્રજ્ઞા સિંહ ઠાકુરે યુવતીને યુસુફથી દૂર રહેવાની સલાહ આપી હતી. તે તેને પોતાની સાથે ફિલ્મ ‘ધ કેરળ સ્ટોરી’ જોવા પણ લઈ ગઈ હતી.
રિપોર્ટ અનુસાર આ મામલો ભોપાલના નયા બસેરા વિસ્તારનો છે, યુવતીના સંબંધીઓના જણાવ્યા અનુસાર તેના લગ્ન 30 મેના રોજ થવાના હતા, પરંતુ તે પહેલા જ ઘર છોડીને જતી રહી હતી. તેણીએ કથિત રીતે તેની સાથે દાગીના અને રોકડ પણ લઈ લીધી છે. સંબંધીઓનો આરોપ છે કે યુસુફે તેની પુત્રીના નામે બેંક લોન લીધી છે, જેના હપ્તા પણ તે ચૂકવી રહ્યો છે.
રવિવારને 4 જૂનના રોજ જ્યારે છોકરી ઘરની બહાર નીકળી ગઈ ત્યારે પરિવારે કમલા નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે જ્યારે પોલીસે યુવતીને બોલાવીને તેની પૂછપરછ કરી તો તેણે યુસુફ સાથે પોતાની મરજીથી રહેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. સંબંધીઓ યુવતીને ઘરે પરત ફરવાનું કહી રહ્યા છે, સમાચાર લખાય છે ત્યાં સુધી યુવતીના ઘરે પરત ફર્યાની કોઈ માહિતી મળી ન હતી.
રિપોર્ટ અનુસાર સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરે પોતે થોડા દિવસ પહેલા યુવતીને સમજાવી હતી. પ્રજ્ઞા ઠાકુર છોકરીને ફિલ્મ ‘ધ કેરળ સ્ટોરી’ જોવા પણ લઈ ગઈ હતી. આ ફિલ્મના વખાણ કરતા બીજેપી સાંસદે કહ્યું હતું કે આ ફિલ્મ દેશની છોકરીઓ વિરુદ્ધના ષડયંત્રનો પર્દાફાશ કરે છે. તેણે કહ્યું હતું કે ફિલ્મમાં એક ઘૃણાસ્પદ ષડયંત્ર બતાવવામાં આવ્યું છે જે વાસ્તવિકતા દર્શાવે છે. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે રાજ્યમાં ફિલ્મને ટેક્સ ફ્રી કરી હતી. ત્યારબાદ પ્રજ્ઞા ઠાકુરે તેમને અભિનંદન પાઠવ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.