પત્ની પરપુરુષની સાથે માણી રહી હતી શરીરસુખ, અચાનક જ પતિ આવી ગયો અને પછી તો…

ગુજરાતમાં આવેલ આણંદ જિલ્લાનાં ભાદરણ પોલીસ મથકની હદમાં મોટી શેરડી ગામથી ધનાવશી ગામનાં રસ્તા પરથી ગત મંગળવારે ધુવારણનાં યુવકની ગળે ટુંપો આપીને હત્યા કરેલ મૃતદેહ…

ગુજરાતમાં આવેલ આણંદ જિલ્લાનાં ભાદરણ પોલીસ મથકની હદમાં મોટી શેરડી ગામથી ધનાવશી ગામનાં રસ્તા પરથી ગત મંગળવારે ધુવારણનાં યુવકની ગળે ટુંપો આપીને હત્યા કરેલ મૃતદેહ મળી આવતાં પોલીસે ગણતરીનાં દિવસોમાં હત્યાનો ભેદ ઉકેલી નાખીને હત્યા કરનાર પરપુરૂષનાં પ્રેમમાં અંધ બનેલ પત્ની તથા એનાં પ્રેમી સહીત કુલ 5 લોકોની ધરપકડ કરીને તપાસ હાથ ધરવામાં આવી છે.

મંગળવારે મોટી શેરડી ગામથી ધનાવશી રોડની સાઇડ પર આવેલ તલાવડી પાસેથી અજાણ્યા યુવકનાં ગળે ટુંપો આપી હત્યા કરેલ લાશ મળી આવતા હોબાળો મચી ગયો હતો. પોલીસે તપાસ કરતા મૃતક યુવાન ધુવારણ ગામનો ગુલાબસિંહ ચંદુભાઈ ગોહીલ તરીકે ઓળખ થતા ભાદરણ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.

પોલીસને મૃતક ગુલાબસિંહની પત્નીને તથા તેઓની ભત્રીજીને બીજા યુવકની સાથે સંબંધ હોવાની જાણ થતાં પોલીસે મૃતકની પત્ની દક્ષાબેનનાં પ્રેમી કંકાપુરા ગામનાં અર્જુનભાઈ ઉર્ફે અજીત પ્રભાતસિંહ પરમાર તથા મૃતકની ભત્રીજીનાં પ્રેમી ધનશ્યામભાઈ ભાઈલાલભાઈ પરમારને પકડી પાડીને ઝીણવટભરી પુછપરછ કરતા બંન્નેએ પોતાનાં સાગરીતોની સાથે મળીને હત્યા કરી હોવાની કબુલાત કરવામાં આવી હતી.

મૃત પામેલ યુવક ગુલાબસીંહની પત્નીને અર્જુનની સાથે પ્રેમ સંબધ હોઈ એમાં પતિ ગુલાબસિંહનો કાંટો નડતો હતો. મૃત પામેલ ભત્રીજીની સાથે ધનશ્યામને પ્રેમસંબધ હોવાંથી આ પ્રેમસંબધમાં પણ ગુલાબસિંહ અવરોધરૂપ બનતો હતો. ધટનાનાં કુલ 4 દિવસ અગાઉ ગુલાબસિંહને પોતાની પત્ની દક્ષાને અર્જુનની સાથે પ્રેમસંબધ હોવાની જાણ થતા એણે પત્ની દક્ષાને ઠપકો આપ્યો હતો તથા ભત્રીજીનાં પ્રેમસંબધની જાણ થતા ગુલાબસિંહએ તાત્કાલીક ભત્રીજીની સગાઈ બીજા સ્થળે કરી દેતા અર્જુન તથા ધનશ્યામએ દક્ષાની સાથે મળી ગુલાબસિંહની હત્યા કરવાની યોજના બનાવવામાં આવી હતી.

યોજના પ્રમાણે દક્ષા પોતાનાં પતિ ગુલાબસિંહને બદલપુર ગામમાં લઈને આવી હતી તેમજ ત્યાંથી ગુલાબસિંહને રીક્ષામાં બેસાડી અર્જુન તથા ધનશ્યામે પોતાનાં માસીયાઈ ભાઈ કુલદિપસિંહ ઉર્ફે કુદો તથા મિત્રો ધર્મેન્દ્રસિંહ અમરસિંહ સિંધા અને લાલજીભાઈ અરવિંદભાઈ ઉર્ફે અનુભાઈને બોલાવી લીધા હતા.

ત્યારપછી તેઓ ફરતા ફરતા છીણપુરા સીમમાં ગુલાબસિંહને દોરડી વડે ગળે ટુંપો આપીને એની હત્યા કરવામાં આવી હતી તથા ત્યારપછી યોજના પ્રમાણે ગુલાબસિંહની મૃતદેહને ગંભીરા નદીમાં ફેંકી દેવા રીક્ષા લઈને નિકળ્યા હતા. મૃતદેહને નદીમાં ફેંકવા માટે ગયેલ હત્યારાને પકડાઈ જવાનો ભય લાગતા તેઓ મોટી શેરડી ગામથી ધનાવસી રોડ પર તળાવડીની નજીક લાશને ફેંકીને ભાગી ગયા હતા.

પોલીસે હત્યાની ઘટનામાં અર્જુનભાઇ ઉર્ફે અજીત પ્રભાતસિંહ પરમાર, ધનશ્યામભાઇ ભાઇલાલભાઇ પરમાર કુલદિપસિંહ ઉર્ફે કુદો દિલીપસિંહ પરમાર, લાલજીભાઇ અરવિંદભાઇ ઉર્ફે અનુભાઇ પરમાર, દક્ષાબેન ગુલાબસિંહ ચંદુભાઇ પરમારને પકડી પાડવામાં આવ્યા હતા. જયારે  ધર્મેન્ર્દસિંહ અમરસિંહ સિંધા ખોડુભાઇ પ્રભાતસિંહ પરમારને પકડી પાડવાનાં ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *