Surat Hit and Run: ગુજરાતમાં હિટ એન્ડ રનની ઘટના(Surat Hit and Run) દિવસેને દિવસે સામન્ય બનતી જાય છે, ત્યારે આવી જ એક ઘટના સુરતના મોટા વરાછા વિસ્તારમાં બની જેમાં બેફામ બનેલા ડમ્પર ચાલકે મોટા વરાછાા લેક વ્યુ ગાર્ડન પાસે પ્રતિબંધિત સમયમાં મોપેડ ઉપર પસાર થતી બે બહેનોને અડફેટમાં લેતા 22 વર્ષીય યુવતીનું મોત નીપજ્યું છે.જેના કારણે તેનો પરિવાર શોકમાં ગરકાવ થયો છે અને ડમ્પર ચાલક વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરી રહ્યો છે.
એકટિવા ચાલક યુવતીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઈ હતી
સરથાણાના શ્યામધામ ચોક સમ્રાટ રો- હાઉસ ખાતે રહેતી 22 વર્ષીય નમ્રતા જગદીશભાઈ કોટડીયા રવિવારે સવારે પિતરાઈ બહેન માનસી માંગરોળીયા સાથે મોપેડ પર ઘરેથી મોટા વરાછા ખાતે આવેલા એક ક્લિનિક પર જવા માટે નીકળ્યા હતા. દરમિયાન મોટા વરાછાના લેક ગાર્ડન નજીક કમિશનરના જાહેરનામા અંતર્ગત પ્રતિબંધિત સમયમાં બેફામ દોડતા એક ટ્રક ચાલકે મોપેડને ટક્કર મારી અડફેટમાં લઇ લીધા હતા.
ટ્રાફિક પોલીસની બેદરકારી છતી થઈ
પાછળથી ડમ્પરે અડફેટે લેતા મોપેડ પરથી બંને બહેનો નીચે પટકાઈ હતી. જેમાં પિતરાઈ બહેન માનસી રસ્તા પર પડી હતી. જ્યારે નમ્રતા ડમ્પર નીચે આવી જતાં પાછળના બંને ટાયર તેની પરથી ફરી વળ્યા હતા. ગંભીર રીતે ઘવાયેલી નમ્રતા અને માનસીને સારવાર માટે 108 દ્વારા પી. પી. સવાણી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી જ્યાં ટૂંકી સારવાર બાદ નમ્રતાનું મોત નીપજ્યું હતું. આ મામલે ટ્રાફિક પોલીસની બેદરકારી છતી થઈ હોવાનો સૂર ઉઠ્યો છે.
ડ્રાઈવર ડમ્પરને આગળ સુધી ભગાડી ગયો હતો
અકસ્માત બાદ ડમ્પરનો ડ્રાઈવર ડમ્પરને આગળ સુધી ભગાડી ગયો હતો અને ત્યારબાદ રસ્તાની બાજુમાં ડમ્પરને ઉભુ રાખીને ત્યાંથી નાસી ગયો હતો. બનાવની જાણ થતાં ઉત્રાણ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. પોલીસે બનાવ અંગે અજાણ્યા ડમ્પરચાલક વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે અને સીસીટીવીના આધારે પોલીસે ટ્રક ચાલકને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
સમગ્ર ઘટના CCTVમાં થઈ કેદ
સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. મોપેડ ઉપર પસાર થતી યુવતીને ડમ્પરચાલકે ટક્કર મારતા યુવતીએ એક્ટિવા પરનું બેલેન્સ ગુમાવી દીધું હતું અને મોપેડ સાથે પટકાયા બાદ તેના પરથી ડમ્પરનું ટાયર ફરી ફળ્યું હતું. પ્રતિબંધિત સમયમાં સર્જાયેલા અકસ્માતને પગલે ટ્રાફિક પોલીસની કામગીરી સામે સવાલો ઉભા થયા છે.
પોલીસે હાથધરી તપાસ
ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી,તો આસપાસના CCTV કેમેરા ચેક કર્યા હતા.ડ્રાઈવર કઈ તરફ ભાગ્યો તેને લઈ પોલીસે અલગ-અલગ ટીમો બનાવી શોધખોળ હાથધરી છે.ઉતરાણ પોલીસે હાલ અકસ્માતે ગુનો નોંધી વધુ તપાસ આદરી છે.આવા બેફામ ડમ્પર ચાલકોને લઈ કડક કાયદો બને તે જરૂરી બન્યું છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App