પાટીદારની દિકરીઓ વિધર્મીઓ સાથે સંબંધ બનાવે છે, કાજલ હિન્દુસ્તાનીનો વિડીયો વાયરલ થતાં નોંધાઈ ફરિયાદ

Kajal Hindustani: પાટીદાર સમાજ પર હાલમાં જ વિવાદિત ટિપ્પણી(Kajal Hindustani) કરીને વિપુલ ચૌધરી વિવાદમાં સપડાયા હતા.ત્યારે હવે કાજલ હિન્દુસ્તાનીએ પાટીદાર સમાજ પર કરેલી ટિપ્પણીથી નવો…

Kajal Hindustani: પાટીદાર સમાજ પર હાલમાં જ વિવાદિત ટિપ્પણી(Kajal Hindustani) કરીને વિપુલ ચૌધરી વિવાદમાં સપડાયા હતા.ત્યારે હવે કાજલ હિન્દુસ્તાનીએ પાટીદાર સમાજ પર કરેલી ટિપ્પણીથી નવો વિવાદનો મધપૂડો છંછેડાયો છે. એક સામાજિક કાર્યક્રમમાં કાજલ હિન્દુસ્તાનીએ પાટીદાર સમાજની દીકરીઓના વિધર્મીઓ સાથે સંબંધ હોવાનો આરોપ લગાવ્યો હતો, જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઇ રહ્યો છે. કાજલના આ વિવાદાસ્પદ નિવેદનથી પાટીદાર સમાજ રોષે ભરાયો છે. મોરબીમાં રહેતા પાટીદાર સમાજના આગેવાન અને પાસ અગ્રણી કાજલ હિંદુસ્તાની સામે ફરિયાદ નોંધાવશે.

કાજલ હિંદુસ્તાની સામે ફરિયાદ નોંધાશે
પાટીદાર સમાજ પર વિપુલ ચૌધરી બાદ હવે કાજલ હિન્દુસ્તાનીના નિવેદનથી વિવાદ થયો છે. સામાજીક કાર્યક્રમમાં કાજલ હિન્દુસ્તાનીએ પાટીદારની દિકરીઓ મુસ્લીમો સાથે સંબંધ બનાવતી હોવાના આરોપ લગાવ્યા હતા. મનોજ પનારાએ જણાવ્યું કે, કાજલ હિન્દુસ્તાનીનું નિવેદન પાયાવિહોણું છે. કાજલ હિન્દુસ્તાની માફી માગે અને ભાષાની મર્યાદા રાખે. નોધનીય છે કે, કાજલ હિન્દુસ્તાનીનો વીડિયો વાયરલ થતા પાટીદાર સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. જેને લઈને મનોજ પનારા સહિતના આગેવાનોએ ફરિયાદ નોંધાવવાની તૈયારી કરી છે. મોરબી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં કાજલ હિંદુસ્તાની સામે ફરિયાદ નોંધાવવામાં આવશે.

કાજલ હિન્દુસ્તાનીનો વિવાદિત વીડિયો વાઈરલ
વીડિયોમાં કાજલ હિન્દુસ્તાની બોલે છે કે, મોરબીમાં એક જ કોલેજની 7 પટેલની દીકરીઓએ બધા બોયફ્રેન્ડ વિધર્મી બનાવ્યા છે અને અંદરોઅંદર બોયફ્રેન્ડ બદલે છે. સાતેયે મળીને પેલા છોકરાને 40 લાખની કાર ગિફ્ટ આપી દીધી. પિતા બહુ પૈસા કમાવવામાં વ્યસ્ત છે. માતા રીલ બનાવવા પોતાની મસ્તીમાં મસ્ત છે. ઘરમાં લાખો રૂપિયા પડ્યા છે, તિજારોમાંથી 2-5 લાખ રૂપિયા લઈ લે તો કોને ખબર પડવાની છે. આ છોકરીઓની ઉંમર 16-17 વર્ષની છે.હવે વિચારી લ્યો આપણો સમાજ કઇ જગ્યાએ જઇ રહ્યો છે.

મોરબીમાં નોંધાઈ પોલીસ ફરિયાદ
કાજલ હિન્દુસ્તાનીના આવા નિવેદનથી હવે પાટીદાર સમાજમાં નારાજગી શરૂ થઈ છે. મોરબીના પાટીદાર સામે દીકરીઓ અંગે નિવેદન આપવા બદલ પાટીદાર નેતા મનોજ પનારાએ કાજલ હિન્દુસ્તાની સામે ફરિયાદ નોંધાવી છે. મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ઝીરો નંબરથી ફરિયાદ નોંધાઈ છે.મોરબી પોલીસે ઝીરો નંબરથી ફરિયાદ નોંધવાની કાર્યવાહી શરૂ કરી હતી.

કોણ છે કાજલ હિન્દુસ્તાની?
કાજલ હિન્દુસ્તાનીના ટ્વિટર બાયો અનુસાર, તેણી પોતાને એક ઉદ્યોગસાહસિક, સામાજિક કાર્યકર્તા, સંશોધન વિશ્લેષક, રાષ્ટ્રવાદી અને “ગૌરવપૂર્ણ ભારતીય” તરીકે વર્ણવે છે. ટ્વિટર પર તેના 92,000 ફોલોઅર્સ છે.તમને જણાવી દઈએ કે પીએમ મોદી, બીજેપી નેતા તેજિંદર બગ્ગા, કપિલ મિશ્રા વગેરે પણ કાજલને ટ્વિટર પર ફોલો કરે છે.કાજલ હિન્દુસ્તાનીની પોસ્ટ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થાય છે. તે હિંદુ હિતો વિશે પોતાનો અવાજ ઉઠાવે છે. તેણી હંમેશા પોતાના નિવેદનો અને પોસ્ટ દ્વારા લઘુમતી સમુદાયને નિશાન બનાવે છે. જ્યારથી તેની ધરપકડના સમાચાર સામે આવ્યા હતા ત્યારથી તેમના સમર્થકો સોશિયલ મીડિયા પર તેમની જલ્દીથી મુક્તિની માંગ કરી રહ્યા છે.