આજથી ગુજરાત વિધાનસભાનું ત્રણ દિવસનું સત્ર શરૂ થવાનું છે. આ સત્ર શરૂ થયા પહેલા કોંગ્રેસ દ્વારા બિનસચિવાલય મુદ્દે વિધાનસભાનો ઘેરાવ કરવા માટે વિધાનસભા કૂચનું આયોજન કરવામાં આવ્યું છે. કોંગ્રેસની વિધાનસભા કૂચની જાહેરાત બાદ વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર પણ હરકતમાં આવ્યું છે અને પાટનગરમાં પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
કોંગ્રેસના આ કાર્યક્રમને અટકાવવા ગૃહવિભાગ અને રાજ્ય પોલીસ વડાએ ગાંધીનગર જિલ્લા પોલીસ વડા અને ગાંધીનગર રેન્જ આઈજી સાથે મિટિંગ કરીને જરૂરી સૂચનો કર્યા હતા અને જિલ્લાની પોલીસની સાથે મહેસાણા અને હિંમતનગર પોલીસને સ્ટેન્ડ ટુ રહેવા તાકીદ કરી છે. સાથે સાથે એસ આર પી ની એક ટીમ પણ તૈનાત કરવા સૂચન કરાયું છે.
ઓર્ડરનું પાલન કરવા રાજકોટ તરફથી આવી રહેલા તમામ વાહનો તપાસવા માટે અમદાવાદ ગ્રામ્ય પોલીસ 10 થી વધારે ટીમ કામે લાગી છે અને તે અમદાવાદ અને ગાંધીનગર તરફ આવી રહેલા લોકોની પૂછપરછ કરીને જ આગળ જવા દે છે. બીજી તરફ ચિલોડા, નાના ચિલોડા સર્કલ તપોવન સર્કલ પર પણ સઘન બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. ખાસ કરીને ગાંધીનગર સરગાસણ ચાર રસ્તા પાસે અનેક વાહનો તપાસવામાં આવતા લોકોને ખૂબ જ હાલાકી પડી છે.
અત્યાર સુધીમાં 100 થી વધુ લોકોને અટક કરીને પરત મોકલવામાં આવ્યા છે. જો કે આજે માત્ર કોંગ્રેસના કાર્યકરો જ નહી, પરંતુ વિરોધ કરી રહેલા યુવાનો પણ પ્રદર્શનમાં જોડાવાના હોવાથી ગાંધીનગરમાં ધમાસણ થવાની શકયતા છે. આજે વિધાનસભા ઘેરાવાનો કાર્યક્રમ જાહેર કરવાની સાથે કોંગ્રેસ દ્વારા સમગ્ર ગુજરાતમાંથી માત્ર કોંગ્રેસના કાર્યકરોને જ નહીં, પરંતુ યુવાનોને પણ મોટા પ્રમાણમાં આવવા માટે તાકીદ કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.