ડાઉનલોડ કરો અમારી એન્ડ્રોઇડ એપ અને જોડાયેલા રહો દરેક સમાચાર સાથે

પોતાની જ દીકરીનો બળાત્કાર માતા 3 નરાધમો પાસે કરાવતી હતી, પતિને કરી દેતી હતી બેભાન

Mother rapes her own daughter to 3 abusers, makes her husband unconscious

સમગ્ર દેશમાં રેપની ઘટનાઓના વિરોધમાં ઉગ્ર દેખાવો થઇ રહ્યા છે. છતા બીજી તરફ મોટા પ્રમાણમાં રેપની ઘટનાઓ સામે આવી રહી છે. સમગ્ર ભારતમાં વાયુવેગે વધતી જતી બળાત્કારની ઘટનાના કારણે દેશ હવે એક શરમજનક સ્થિતિમાં મુકાયો છે. હવે તો બળાત્કારમાં નથી જોવાતી રાત કે નથી જોવાતો દિવસ. મોટાભાગની સગીર યુવતીઓ પર બળાત્કારીઓ દુષ્કર્મ આચરી બળાત્કારને અંઝામ આપતા હોય છે. અને ત્યાર પછી સગીર યુવતીઓને જીવતી જ સલગવી દે છે. આવા બળાત્કારીઓ પોલીસના હાથે ઝડપાયા બાદ પણ કોર્ટમાં ચાલતી લાંબી પ્રક્રિયાના કારણે જામીન પર છૂટવામાં સફળતા મેળવી લે છે.

હૈદરાબાદમાં એક મહિલા ર્ડાક્ટર પર બળાત્કાર ગુજાર્યા બાદ ચાર નરાધમોએ તેને જીવતી સળગાવી દીધી હતી. જેના ઘેરા પ્રત્યાઘાતો સમગ્ર દેશમાં પડયા હતા. દેશમાં શું થઇ રહ્યું છે તે સમજની બહાર છે. રોજને રોજ દેશનાં કોઇને કોઇ ખુણે શિયળ લૂંટાઇ રહ્યું છે. નરાધમો માજા મુકી રહ્યા હોય તેમ દુષ્કર્મ બાદ દિકરીઓને જીવતી સળગાવી દેવામાં આવે છે, તો ક્યાંક દુષ્કર્મનાં આરોપી જામીન પર છુટી દુષ્કર્મ વેઠનાર પીડિતાને જીવતી સળગાવી દે છે. દુષ્કર્મની બનતી તમામ ઘટનામાં મોટે ભાગે સગીરા સાથે આ ઘ્રુણાસ્પદ ઘટના ઘટી રહી હોવાનું સામે આવી રહ્યું છે. ત્યારે ફરી ભાવનગરમાં આવી જ લાલછંન સમાન ઘટના સામે આવી રહી છે.

વડોદરા અને રાજકોટમાં ચકચારી બળાત્કારની ઘટનાઓ પ્રકાશમાં આવ્યા બાદ હજુ પણ ગુજરાતમાં બળાત્કારની ઘટનાઓ રોકાવાનું નામ નથી લઈ રહી. ત્યારે ફરી નરાધમોએ 12 વર્ષની બાળા પર બળાત્કાર ગુજારી પોતાની કામલીલાને સંતોષી છે. અચરજની વાત તો એ છે કે આ બળાત્કારમાં પીડિતાની માતાએ પણ સહયોગ આપ્યો હતો.

ગુજરાતના ભાવનગરમાં એક 12 વર્ષની છોકરી સાથે બળાત્કારના કેસમાં 3 નરાધમોની ધરપકડ બાદ મોટા ખુલાસા થયા છે. પોલીસના જણાવ્યા અનુસાર સગીરાની મા પણ આ બળાત્કારની ઘટનામાં સામેલ છે. આ ઘટના પાલિતાણા તાલુકાના ભૂતિયા ગામની છે. શનિવારે આ કેસ સંદર્ભે ફરિયાદ નોંધાઈ હતી.

પીડિતાના પિતાએ આરોપ મૂક્યો છે કે, 3 નરાધમો છેલ્લા એક વર્ષથી તેની દીકરીનું શોષણ કરતા હતા. જેમાં તેની પત્ની પણ સહયોગ કરતી હતી. પીડિતાએ આરોપ મૂક્યો છે કે પિતાના ખાવામાં કંઇક ભેળસેળ કરાતી હતી. જેથી પિતા જમ્યા બાદ તુરંત જ ઊંઘી જતા હતા. બાદમાં તેની સાથે બળાત્કાર કરાતો હતો. પીડિત યુવતીના પિતાએ શાંતિ ધંધૂકિયા, બાબુભાઈ સરતનપરા અને ચંદ્રેશ સરતનપરા સામે ફરિયાદ નોંધાવી છે.

દેશમાં કયારે દુષ્કર્મની ઘટનાઓ અટકશે. શું મહિલાઓને ઘરની બહાર જ નીકળવાનું નહિ ? કયા સુધી યુવતીઓ અને મહિલાઓ દેશમાં પીંખાતી રહેશે. યુવતીઓ અને મહિલાઓને નરાધમોના ડરથી જ જીદગી જીવી પડશે ?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.