ડાઉનલોડ કરો અમારી એન્ડ્રોઇડ એપ અને જોડાયેલા રહો દરેક સમાચાર સાથે

પાટીદાર સમાજના ચાર યુવાનો ગુમ, માતાપિતા એ કરી મદદ માટે જાહેર અપીલ

પંચમહાલ જિલ્લાના ચાર પાટીદાર યુવાનો 7 ડિસેમ્બર ની સવારથી જુનાગઢ થી ગુમ થયેલ છે. જેઓ હજી સુધી કોઈના આ યુવાનો વીરપુર દર્શનાર્થે ઈકો ગાડી લઈને નીકળ્યા હતા. પરંતુ તારીખ આઠના સવારે સાડા ચાર કલાકથી તેમનો કોઇ પ્રકારનો સંપર્ક થઈ શક્યો નથી. જેના કારણે તેના માતા-પિતા ચિંતાતુર બન્યા છે અને સોશિયલ મીડિયામાં આ યુવાનોને શોધવા માટે જાહેર અપીલ કરી છે.

તારીખ ૭-૧૨ ના રોજ પંચમહાલના રામપુરા ગામના ચાર યુવાનો વીરપુર યાત્રાધામ ખાતે દર્શન કરવા નીકળેલ હતા. જેમનો છેલ્લો સંપર્ક જૂનાગઢમાં હતા ત્યારે થયો હતો. હાલમાં પીનાકીન પટેલ, મૌલીન પટેલ, મોહતી પટેલ, જીગર પટેલ નામના યુવાનો ના વાલીઓ ચિંતાતુર બન્યા છે.

સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી પોસ્ટમાં વાલીઓ દ્વારા પોતાના ફોન નંબર અને યુવાનોના નામ સાથે ફોટા મૂકીને જો કોઈને આ યુવાનો બાબતે માહિતી મળે તો નજીકના પોલીસ સ્ટેશન અથવા વાલીઓના ફોન નંબર પર સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે. અમે અમારા વાચક મિત્રોને પણ આ અપીલને વધુ લોકો સુધી પહોંચાડવાની અપીલ કરીએ છીએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.