ગાંધીનગર (Gandhinagar) ના પેથાપુર (Pathapur) માં સ્વામિનારાયણ મંદિર (Swaminarayan Temple) પાસે રાત્રીના સમયે દોઢ વર્ષીય બાળકને અજાણ્યો શખસ મૂકીને ભાગી ગયો હોવાની ઘટનાને લઈ ગાંધીનગર પોલીસ (Police) દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરી દેવાયો છે.
સમગ્ર રાજ્યની પોલીસને બાળકના ફોટા મોકલીને એના અંગે તપાસ કરવા માટેની જાણ કરી દેવામાં આવી છે. બાળક મળ્યું હોવાની ઘટના અંગે ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવી મોડી રાતે 3 વાગ્યા સુધી સતત પોલીસવડાના સંપર્કમાં રહીને તેના અંગે અપડેટ મેળવતા રહ્યા હતા. દોઢ વર્ષીય બાળકનાં માતા-પિતાની તેમજ મૂકી જનાર શખસની તપાસ માટે ગાંધીનગર LCB, SOG, મહિલા તથા પેથાપુર પોલીસની ટીમો કામે લાગી ગઈ છે.
ભાજપના કોર્પોરેટર બાળકની સંભાળ રાખી રહ્યા છે:
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આ મામલે જણાવે છે કે, આ પ્રકારે બાળકને તરછોડાયું છે ત્યારે પોલીસ દ્વારા તાત્કાલિક તપાસ શરૂ કરી દેવામાં આવી છે. જિલ્લામાં ટીમ બનાવીને CCTV મારફતે તપાસ કરવામાં આવી રહી છે. બાળકને મૂકિ જનાર શખસને જલદી જ પકડી પાડીશું.
શહેરના તબધા જ CCTV ફૂટેજ ચેક કરવામાં આવી રહ્યા છે ત્યારે સ્થાનિક ભાજપનાં મહિલા કોર્પોરેટર તેમના પતિ તેમજ મહિલા પોલીસ ગઈકાલ રાતથી જ બાળકની સંભાળ લઈ રહ્યાં છે. જિલ્લા પોલીસવડા મયૂર ચાવડાએ સિવિલ હોસ્પિટલમાં પહોંચીને બાળકની સારસંભાળ અંગે માહિતી મેળવી હતી.
હજી સુધી બાળકનાં માતા-પિતાની જાણ થઈ નથી:
નવરાત્રિના બીજા જ દિવસે ગાંધીનગર નજીક આવેલ પેથાપુર સ્વામિનારાયણ મંદિરે શુક્રવારની રાત્રે દોઢ વર્ષીય બાળક બિનવારસી હાલતમાં મળી આવ્યું છે. હજુ સુધી પણ આ માસૂમનાં માતા-પિતાની ભાળ મળી નથી. આખરે આ બાળક કોણ છે એ પ્રશ્ન ઊઠી રહ્યો છે.
બાળકને મૂકી જનાર શખસની ગાંધીનગર પોલીસ શોષ કરી રહી છે. હાલમાં તો CCTVના આધારે તપાસ શરુ કરી દેવામાં આવી છે. આની ઉપરાંત પોલીસે બાળકની પ્રાથમિક તબક્કે પોલીસે સિવિલમાં મેડિકલ તપાસ શરૂ કરવામાં આવી છે. જો કે, જોતાં જ ગમી જાય એવા નાનકડા ભૂલકાને મૂકીને ભાગી જતા નરરાક્ષસનો જીવ કેમ ચાલ્યો હશે એ મુદ્દો હાલ ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.
સોસાયટીના રહીશોએ બાળકને જોયા પછી પોલીસને જાણ કરી:
ગાંધીનગર SP મયૂર ચાવડા આ મામલે પ્રતિક્રિયા આપતાં જણાવે છે કે, પોલીસે તપાસ હાથ ધરી છે. આસપાસના લોકોના સહયોગથી બાળકને સારી જગ્યાએ લઈ જવામાં આવ્યું છે. કોણ મૂકી ગયું તેમજ કયા કારણસર મૂકી ગયું એ તપાસ તેમજ કયા ડિરેક્શનમાંથી આવ્યો હતો એ પણ તપાસી કરીશું.
સોસાયટીના રહીશોએ જોયા પછી તેમણે પોલીસને જાણ કરવામાં આવી હતી. હાલમાં પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરી દેવાયો છે તેમજ અનેકવિધ એન્ગલથી તપાસ થઈ રહી છે. અમે મીડિયા મારફતે લોકોને અપીલ કરીએ છીએ કે, કોઈપણ માહિતી હોય તો અમને જાણ કરે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.