સુરતની મુલાકાતે આવેલા ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કરી મોટી જાહેરાત-નવા પાંચ પોલીસ સ્ટેશન બનશે અને સાથે સાથે 10000…

ગૃહરાજયમંત્રી પ્રદિપસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને સુરત શહેરમાં કાયદો  અને વ્યવસ્થાની પરિસ્થિતિ અંગેની સમીક્ષા બેઠક તથા શહેર પોલીસના પુનઃગઠન અંગે સમીક્ષા બેઠક યોજાઈ હતી. પોલીસ કમિશનરના સભાખંડમાં યોજાયેલી બેઠકમાં ગૃહમંત્રીશ્રી પ્રદિંપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, રાજયના પોલીસ તંત્રની ઉત્તમ કામગીરીથી શાંતિ, સલામતી અને સુરક્ષાનું જતન થઇ રહ્યું હોવાથી આજે સમગ્ર દેશમાં ગુજરાત સુરક્ષાની દ્રષ્ટિએ અગ્રેસર રાજય બન્યું છે.

સુરતએ ગુજરાતનું આર્થિક પાટનગર છે. અહી સમગ્ર દેશમાંથી આવીને લોકો વસવાટ કરી રહ્યા છે. ત્યારે સુરત શહેરના ઝડપી વિકાસ અને વસ્તીને ધ્યાને લઈ ગતવર્ષોમાં સાંસદશ્રીઓ તથા ધારાસભ્યશ્રીઓ દ્વારા નવા પોલીસ સ્ટેશનો તથા મેનપાવરની માંગણીઓ કરવામાં આવી હતી. જેનું સુખદ નિરાકરણ લાવવામાં આવ્યું છે.

સુરતમાં સેફ સીટી હેઠળ ૬૩૧ અને સ્માર્ટ સીટીમાં ૧૫૫ મળી કુલ ૭૮૬ સી.સી.ટીવી કેમેરા હતા. જેમાં આગામી દિવસોમાં વિશ્વાસ-૨ પ્રોજેકટ હેઠળ નવા ૫૯૦ સી.સી.ટીવી કેમેરા લગાવવાથી ૧૩૭૬ સી.સી.ટી.વી.કેમેરાથી શહેરને સજ્જ કરવામાં આવશે. સી.સી.ટીવીનું નેટવર્ક વર્ષ-૨૦૨૦-૨૧ અને ૨૦૨૧-૨૨ માટે ૨૧.૧૬ કરોડ મજુંર કરવામાં આવ્યા છે. વાહનો માટે ત્રણ કરોડ તથા ૧.૨૩ કરોડના ઈકવીટમેન્ટ માટે મજુર કરવામાં આવ્યા છે.

મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ પોલીસ તંત્ર સ્માર્ટ અને શાર્પની સાથે ટેકનોલોજીનો વ્યાપક ઉપયોગ થાય તે માટે રાજયભરમાં ૭૧ કરોડના ખર્ચે ૧૦ હજાર બોડી વોર્ન કેમેરાની ફાળવણી કરવામાં આવશે તેમ મંત્રીશ્રીએ કહ્યું હતું. સાંસદ સભ્ય અને પ્રદેશ ભાજક્ષ પક્ષ પ્રમુખશ્રી સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, શહેર પોલીસ દ્વારા ઉત્તમ કામગીરી થઈ રહી છે ત્યારે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ સગીન બનાવવા સારૂ મહેકમમાં હજી વધારો કરવાની આવશ્યકતા છે.

સુરત પોલીસ કમિશનરશ્રી અજય તોમર વિગતો આપતા જણાવ્યું હતું કે, છેલ્લા વર્ષોમાં શહેરમાં હાઇએસ્ટ ગુનાઓમાંથી ૮૦ ટકા ડિટેકટ કરવામાં પોલીસે સફળતા મેળવી છે. કમિશનરશ્રીએ પાવર ઓફ પ્રેઝન્ટેશન દ્વારા ગુના નિવારણ, ટ્રાફીક, મિકલત સંબધિ અટકાયતી પગલાઓ, પાસા હેઠળની કાર્યવાહી, પોલીસ કોવિડ હેલ્પલાઈન, સીનીયર સીટીઝનો માટે પોલીસનો માનવીય અભિગમ, ડ્રગ્સ ગાજાનો વેપલો કરતી આંતરરાજય ગેગો વિરૂધ્ધ કરવામાં આવેલી કામગીરીની વિગતો આપી હતી.

બેઠકમાં સાંસદશ્રી તથા ધારાસભ્યશ્રીઓએ શહેરમાં વિવિધ પોલીસ સ્ટેશન વિસ્તારો છુટા પાડવા સહિતની રજુઆતો કરી હતી. આ બેઠકમાં સાંસદશ્રી સી.આર.પાટીલ, ધારાસભ્ય સર્વશ્રી મુકેશભાઈ પટેલ, વી.ડી.ઝાલાવડીયા, અરવિંદ રાણા, પ્રવિણ ધોધારી, કાંતિ બલર, વિવેકભાઈ પટેલ, હર્ષ સંધવી, સંગીતાબેન પાટીલ, પુર્ણેશભાઈ મોદી, વિનુભાઈ મોરડીયા, ગૃહસચિવશ્રી નિપુણા તોરવણે, અધિક પોલીસ કમિશનરશ્રીઓ તથા અન્ય ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *