વિશ્વનાં લગ્નમાં જુદા જુદા પ્રકારની પરંપરા રહેલી છે. તેમજ બધા લોકો આ પરંપરાને નિભાવી રહ્યા છે પરંતુ આ પરંપરા સાંભળતા વિચિત્ર લાગે છે, પરંતુ તે હકીકત છે. આજ રોજ એક આવી જ પરંપરા અંગે બતાવવા માટે જઈ રહ્યા છે જેનાં અંગે તમે લોકો સાંભળ્યા બાદ તમને પણ નવાઈ લાગશે. આ પરંપરા પશ્ચિમ આફ્રિકામાં વસતા સમુદાયનાં લોકો દ્વારા અનુસરવામાં આવે છે. આ સમુદાયનું નામ વોડાબે છે.
આ સમુદાયમાં લોકો એકબીજાની પત્નીની ચોરી કરે છે. તેમજ એની સાથે સાત વખત હનીમૂનની ઉજવણી કર્યા બાદ તેને પોતાની બનાવે છે. એવું કરવામાં તે સમાજનાં લોકોને કોઈ વાંધો નથી. આ સમુદાયનાં બધા લોકોનું એવું માનવું છે કે, તે લવ મેરેજ છે. પરંતુ પરંપરા મુજબ છોકરીનાં લગ્ન અગાઉ એનાં પરિવારની પસંદગીનાં છોકરાની સાથે થાય છે. તેમજ જો કોઈ વ્યક્તિ દ્વારા બીજા લગ્ન કરવાની ઈચ્છા હોય, તો તેણે કોઈની પત્નીની ચોરી કરવી પડી શકે છે તેમજ એની સાથે હનીમૂન પણ કરવું પડશે.
જો કે, આ પરંપરામાં કોઈ જબરદસ્તી કરવા માટેની મંજૂરી હોતી નથી. આ પરંપરા નિભાવવા આ સમુદાયએ દર વર્ષે એક ખાસ ઉત્સવનું આયોજન પણ કરે છે. એમાં છોકરાઓ દ્વારા ચહેરા પર રંગ લગાવીને બીજાની પત્નીને આકર્ષિત કરવા માટેનો પ્રયત્ન કરવામાં આવે છે. જો કોઈ સ્ત્રી દ્વારા પુરુષને પસંદ કરવામાં આવે છે, તો તે એનાં પતિથી છુપાયને કરે છે તેમજ એની સાથે ભાગી પણ જાય છે.
એની સાથે હનીમૂન મનાવીને તે પુરુષને સમાજની સામે આવે છે. પછી, સમુદાય પંચાયત તે બંનેનાં લગ્ન કરાવી દે છે. પરંતુ આ પરંપરામાં બધા માટેની એક શરતો હોય છે. તેની તમામ પૂરી કરવી જરૂરી હોય છે તેની સ્થિતિ એવી છે કે, જ્યારે પણ કોઈ પણ છોકરો કોઈ સ્ત્રીને તેની બાજુ આકર્ષિત કરે છે. જેથી એનાં પ્રથમ પતિને ખબર હોવી ન જોઈએ. જો એનાં પતિને ખબર પડે તો એને માન્યતા આપવામાં આવતી નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.