સુરત(Surat): શહેરમાં વધુ એક હનીટ્રેપનો કિસ્સો(Honeytrap case) સામે આવ્યો છે. શહેરના વરાછા(Varachha)ના ફરસાણના વેપારી ને સિંગણપોર(Singanpore) વિસ્તારમાં હનીટ્રેપમાં ફસાવવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર, બે મહિલા અને ચાર પુરુષો એ હનીટ્રેપની જાળ બિછાવી હતી. હાલમાં તો સિંગણપોર પોલીસ એ 6 લોકો ની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
હનીટ્રેંપનો શિકાર બનેલ ફરસાણના વેપારીને આજથી દસ કે પંદર દિવસ પહેલા એક મોબાઈલ નંબર ઉપરથી મેસેજ આવેલ હતો. ત્યારબાદ HI કરીને મેસેજ કરેલ હતો જેથી મે તેને પુછેલ કે તમે કોણ પુછતા તેણે ખુશ્બુ નામ જણાવ્યું હતું. જેથી મે તેણીને ઓળખતો ના હોય જેથી વાત કરવાની ના પાડી હતી.
યુવતી અને આધેડ વચ્ચે વોટસએપ ચેટમાં વાતો થતી અને સાથે કોલીંગથી ફોન પર વાતચીત કરતી ત્યારબાદ મને વોટ્સએપથી મેસેજ કરતી હતી અને કહેતી હતી તમે શું કરો છો આમ તે પ્રકારની વાતચીત કરતી હતી.
ત્યારબાદ ગઈકાલે તા.૦૭/૦૪/૨૦૨૨ના રોજ બપોરના સમયે કલાક 12 વાગે CALL ME નો મેસેજ આવેલ હતો જેથી મે મારા મોબાઈલથી વોટસએપ કોલ કરેલ હતો અને વાત કરેલ કે આજે આવો ત્યારે નાસ્તો લેતા આવજો તેમ કહેતા મે તેણીને જણાવેલ કે ગઈકાલે ફોન આવેલ ત્યારે પણ તમે નાસ્તાનુ કહેતા હતા અને આજે પણ નાસ્તાનુ કે છો તમે ઘરે ખાવાનુ બનાવો છો કે નહીં તેમ પુછતા તેણીએ કહેલ કે હું બહેનપણીના ઘરે આવેલ છું તેવી વાત કરેલ હતી.
ત્યારબાદ કલાક 12:53 વાગ્યે તથા કલાક 12:56 વાગે Voice recoding મોકલેલ કે તમે આવો ત્યારે નાસ્તો લેતા આવજો તેમ કહેલ હતુ ત્યારબાદ મે કઈ જગ્યાએ આવવાનુ છે તેમ પુછતા મનિષ નગર શાક માર્કેટ ડભોલી રોડ ખાતે આવજો એટલે હું પહેલા માળે ફ્લેટ ઉપર હોઈશ અને બહાર નિકળીશ એટલે તમે ત્યાં આવી જજો તેવી વોટસએપ કોલીંગ દ્વારા વાત કરેલ હતી.
વાતને આધારે હનીટ્રેપનો શિકાર બનેલ વ્યકિત ખોડીયાર નગર વરાછા ખાતેથી નાસ્તો લઈ બપોરના આશરે બે વાગ્યાના સમયે મનીષ નગર માર્કેટ ખાતે ગયો હતો. ત્યા ક્રિષ્ના બેકરીની ઉપર પહેલા માળે એક મહિલા ઉભી હતી ત્યારબાદ હું પહેલા માળે ગયેલ ત્યા તેણીએ ફ્લેટનો દરવાજો ખોલી અંદર બોલાવેલ હતો ત્યાં બે મહિલાઓ હાજર હતી અને સોફો હોય તેના ઉપર બેસેલ ત્યારબાદ મને બીજો રૂમ છે ત્યાં જવાનુ કહેતા મે ના પાડેલ હતી પરંતુ આ છોકરીએ કહેલ કે કંઈ ના થાય ચાલો તેમ કહી મારા ખભા ઉપર હાથ મુકી બીજા રૂમમા લઈ ગયેલ હતી ત્યાં ગાદલાઓ પાથરેલ હોય ત્યાં બેસાડ્યો હતો.
ત્યારબાદ આ છોકરીએ તેનુ સાચુ નામ જયશ્રી ઉર્ફે પાયલ રોહિતભાઈ બોરડ હોવાનુ જણાવેલ અને મારી સાથે ગુપ્ત ભાગે તેમજ શારીરીક અડપલા કરવા લાગેલ હતી તે દરમ્યાન અમારી રૂમનો દરવાજો ખોલી અચાનક બે જણા રૂમમા આવી ગયેલ હતા તેમાંથી એક જણાએ કહેલ કે આ મારી પત્નિ છે મને શક હતો કે હું હિરાની નોકરી કરવા જાઉં છું આવુ કામ કરે છે ત્યારબાદ થોડીવાર પછી બે ઈસમો આવેલ તેઓ આ જયશ્રી ઉર્ફે પાયલના ભાઈ હોવાનું જણાવ્યું હતું.
વધુમાં હનીટ્રેપનો શિકાર બનેલ વ્યકિતએ કહ્યું છે કે, મારી સાથે ગાળા-ગાળી ઢીક-મુક્કીનો માર મારવા લાગેલ ત્યારે જયશ્રી સાથે હાજર છોકરી પણ આવી ગયેલ હતી અને મને ગાળો આપવા લાગેલ હતી. આમ કુલ 6 જણા આવ્યા અને કહ્યું કે, તમારે સમાધાન કરવુ હોય હોય તો પૈસા આપવા પડશે નહીંતર અમે તારા ઉપર દુષ્કર્મનો કેસ કરીશુ તેવી ધમકી આપવા લાગ્યા હતા.
તેથી મારા ઉપર દુષ્કર્મનો કેસ ના થાય તે માટે મારી પાસેના રૂપિયા ૧૦,૦૦૦/-પડાવ્યા હતા. તેઓ અંદરો એકબીજાના નામ અને બીજા ૫૦,૦૦૦/- હજારની માંગણી કરતા હતા અને તેઓ અંદરો અંદર વાતચીત કરતા હતા ત્યારે મે તેઓના નામ અસ્મિતા, દર્શન, આકાશ, ભોલુ તથા રાહુલ નામ બોલતા સાંભળેલ હતા. ત્યારબાદ મેં મારા મિત્રને ફોન કરીને બોલાવતા તેઓ થોડીવારમા આવી ગયા હતા અને તેઓએ છ જણાને સમજાવેલ અને અમે બહાર જઈને પૈસાની વ્યવસ્થા કરીને તમને આપી દઈશુ. અને ફરીયાદીએ બહાર નીકળીને પોલીસ સ્ટેશન જઈને તાત્કાલિક ફરિયાદ નોંધાવી દીધી હતી. અને આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.