શાસ્ત્રો અનુસાર આજે બુધનો મેષ રાશિમાં પ્રવેશ, જાણો તમારી રાશિમાં થશે આ ફેરફારો.

બીજા ગ્રહોની સરખામણીમાં બુધનો ગોચર કરવાનો સમય ઓછો હોય છે. બુધ દરેક રાશિમાં લગભગ 14 દિવસ સુધી રહે છે.

બીજા ગ્રહોની સરખામણીમાં બુધનો ગોચર કરવાનો સમય ઓછો હોય છે. બુધ દરેક રાશિમાં લગભગ 14 દિવસ સુધી રહે છે. 3 મે, 2019, શુક્રવારે બુધ ગ્રહ સાંજે 4 વાગીને 54 મિનિટે મેષ રાશિમાં પ્રવેશી ચૂક્યો છે. મેષ રાશિમાં બુધુ 18 મેના શનિવારે રાત્રે 11 વાગીને 25 મિનિટ સુધી રહેશે. બાદમાં બુધ વૃષભ રાશિ તરફ આગળ વધશે. બુધના આ ગોચરની અસર ફક્ત મેષ રાશિ પર જન હીં પરુંતુ તમામ 12 રાશિ પર પડશે.

મેષ

મેષ રાશિના જાતકોને બુધના આ ગોચરથી શુભ ફળ મળશે. આ સમય દરમિયાન કેમનું નસીબ સાથ આપશે. આર્થિક લાભ થવાની પણ શક્યતા વધશે. સાથે જ ઘરમાં હસીખુશીનો માહોલ રહેશે.

વૃષભ

વૃષભ રાષિના જાતકો માટે બુધનું આ ગોચર યોગ્ય નથી. તેમણે દરેક કામ સાવધાનીથી કરવું પડશે. નુક્સાન થવાની સંભાવના છે. સાથે જ વાદ વિવાદ અન ઝઘડાથી દૂર રહો.

મિથુન

18 મે સુધી રહેનારા બુધના આ ગોચરથી મિથુન રાશિને આર્થિક લાભ થશે. તેમની આવક વધશે. નોકરિયાત લોકોને પોતાના વરિષ્ઠ અધિકારીઓની મદદથી ખાસ ઉપલબ્ધિ મળી શકે છે.

કર્ક

કર્ક રાશિના લોકોને પરિવારનો ખાસ કરીને પિતાનો સાથ મળશે. પિતાના કારણે ધનલાભ થશે અને તમને તેમની સાથે સારો સમય વીતાવવાની તક મળશે. નોકરિયાત લોકો પર કામનું ભારણ વધશે.

સિંહ

બુધનું આ રાશિ પરિવર્તન સિંહ રાશિના જાતકો માટે સારો સમય લઈને આવ્યું છે. તેમના ભાગ્યની વૃદ્ધિ થશે. ઘર પરિવારમાં સુખ શાંતિનો માહોલ રહેશે. બાળકો તમને ખુશીની તક આપશે.

કન્યા

આ સમય કન્યા રાશિના જાતકો માટે સારો નથી. બુધની આ સ્થિતિ તમારા માટે શુભ નથી. નાણાકીય કામોમાં નુક્સાન થઈ શકે છે. ધીરજ રાખો અને ગુસ્સા પર કાબુ રાખો.

તુલા

બુધના મેષ રાશિમાં પ્રવેશવાથી તુલા રાશિના જાતકોને લાભ થશે. અવિવાહિત જાતકોને લગ્નનો પ્રસ્તાવ મળી શકે છે. તો અન્ય સંબંધો પણ મધુર રહેશે.

વૃશ્ચિક

તમે સાવધાન રહેજો. બુધની આ ગતિને કારણે તમારો સમય યોગ્ય નથી. કોઈ મોટું નુક્સાન થઈ શકે છે.

ધન

તમને ભાગ્યનો સાથ મળશે. જીવનમાં સુખ શાંતિ મળશે અને ધન સંપત્તિમાં પણ વધારો થશે. આ સમય દરમિયાન તમને ઓછી મહેનતે મોટી સફળતા મળી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *