ભયાનક હકીકત: ખોદકામ વખતે નીકળ્યા છ હજાર લોકોના કંકાલ, હજારો ગોળીઓ

જમીનમાં ખોદકામ કરતા 6 હજારથી વધારે લોકોના કંકાલ મળી આવ્યા છે. આ મામલો પૂર્વ આફ્રિકા દેશ બુરુંડીનો છે. સરકાર તરફથી જાન્યુઆરીમાં દેશભરમાં શરૂ કરવામાં આવેલ ખોદકામ અભિયાન બાદ આ કંકાલોની અત્યાર સુધીની સૌથી મોટી શોધ છે.

બુરુંડીના કરૂસી પ્રોવિંસમાં છ જગ્યાઓ પરથી 6033 લોકોના કંકાલ મળી આવ્યા છે.કંકાલની સાથે ગોળીઓ, લોકોના કપડા, ચશ્મા અને અન્ય સામાન પણ જમીનની અંદરથી મળ્યા છે. બોડી સાથે રહેલા સામાન્ય દ્વારા લોકોની ઓળખ કરવામાં આવી રહી છે.

થોડા વર્ષો પહેલા સરકારે દેશભરમાં 4000 સામૂહિક કબરો શોધવા અને ડેડ બોડીની ઓળખનો નિર્ણય કર્યો હતો . તેના માટે ટ્રુથ એન્ડ રિકોન્સીલેશન કમિશન બનાવવામાં આવ્યું હતું. બુરુંડી માં 1993માં સિવિલ વોર શરૂ થયો હતો જે 2005 સુધી ચાલ્યો હતો. છેલ્લે એક સમજૂતી થયા બાદ ગૃહ યુદ્ધને રોકી શકાયું.

અનુમાન અનુસાર સિવિલ વોર દરમિયાન લગભગ 3 લાખ લોકોનું મૃત્યુ થયું હતું. બુરુંડીમાં 1965, 1972, 1988 અને 1993 માં સામૂહિક નરસંહાર થયા હતા. હુતુ અને તુત્સી સમુદાયના લોકો મોટાભાગે હિંસાના શિકાર થયા હતા.

જણાવી દઈએ કે યુનાઇટેડ નેશનએ ચેતવણી આપી છે કે મે 2020 માં ચૂંટણી પહેલા ફરીથી બુરુંડીમાં માનવ અધિકાર હનનનાં મામલાઓ વધી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *