અરવલ્લીમાં બાઇક અને ડમ્પર વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત- બાઇક પર સવાર 3 યુવકોના ઘટનાસ્થળે મોત

3 youths died in Aravalli accident: રાજ્યમાં અવાર-નવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહે છે. જેમાં અનેક લોકો પોતાનો જીવ ગુમાવતા હોય છે. ત્યારે હાલમાં આવી જ એક ઘટના સામે આવી છે. અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકામાં અંબાસર ગામ નજીક ગમખ્વાર અકસ્માત(Aravalli accident) સર્જાયો છે. અંબાસર ગામના જ ત્રણ યુવાનોએ આ અકસ્માતમાં જીવ ગુમાવ્યો છે. એક જ ગામના ત્રણ જવાનજોધ દીકરાઓના મોતના કારણે ગામના લોકોમાં બેફામ ડમ્પરચાલકો સામે રોષ જોવા મળી રહ્યો છે.

ત્રણ યુવાનોએ ગુમાવ્યો જીવ (Aravalli accident)

મળતી માહિતી અનુસાર, બાઇક પર સવાર ત્રણેય યુવાનો જઈ રહ્યા હતા તે દરમ્યાન ડમ્પર ટ્રક સાથે અકસ્માત(Aravalli accident) સર્જાયો હતો. જે બાદ ડ્રાઈવર ત્યાંથી તાત્કાલિક ફરાર થઈ ગયો ગંભીર ઈજાઓના કારણે દિપક સોલંકી, અજય પરમાર અને સિધ્ધરાજ સોલંકીએ પોતાનો જીવ ગુમાવ્યો. હાલમાં પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમમાં મોકલીને કાર્યવાહી તથા તપાસ શરૂ કરી દીધી છે.

દાહોદમાં પણ અકસ્માત

અત્રે ઉલેખનીય છે કે, દાહોદમાં પણ આવી જ એક અકસ્માતની ઘટના બનવા પામી છે. જેમાં બેફામ વાન ચાલકે બે લોકોને અડફેટે લીધા. ડ્રાઈવરે વાન પર કાબૂ ગુમાવ્યો અને પાર્ક કરેલી બાઇક અને પાનની કેબિનને ટક્કર મારી. અકસ્માત બાદ બે યુવાનોની હાલત ગંભીર છે અને તેમને સારવાર માટે વડોદરાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. વાનમાં સવાર બે લોકો ઘટનાસ્થળેથી ભાગી ગયા હતા જ્યારે ડ્રાઈવરને લોકોએ મેથીપાક ચખાડી પોલીસના હવાલે કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *