How Prime Minister decide: દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. રાઉઝ એવન્યુ કોર્ટે સીએમ કેજરીવાલને 15 દિવસની ન્યાયિક કસ્ટડીમાં જેલમાં મોકલી દીધા છે. હવે કેજરીવાલ દિલ્હીની તિહાર જેલમાં જ રહેશે.ત્યારે કોર્ટમાં હાજરી દરમિયાન કેજરીવાલે(How Prime Minister decide) જેલમાં ત્રણ પુસ્તકો આપવાની માંગ કરી છે.
કોર્ટમાં હાજર થતા પહેલા મુખ્યમંત્રી કેજરીવાલે રામાયણ, મહાભારત, ગીતા અને પત્રકાર નીરજા ચૌધરી દ્વારા લખાયેલ પુસ્તક હાઉ પ્રાઇમ મિનિસ્ટર ડીસાઇડ્સ વાંચવા માટે કહ્યું હતું.જો કે આપણે રામાયણ, મહાભારત અને ગીતાથી સારી રીતે વાકેફ છીએ, પરંતુ સીએમ કેજરીવાલે માગણી કરી છે તે પુસ્તક ‘હાઉ પ્રાઇમ મિનિસ્ટર ડિસાઈડ્સ’માં શું છે.ત્યારે આ પુસ્તક પત્રકાર નીરજા ચૌધરીએ લખી છે જેમાં વડાપ્રધાન કેવી રીતે નિર્ણયો લે છે તે વિશે લખવામાં આવ્યું છે.
આ પુસ્તકમાં શું છે?
આ પુસ્તક ‘હાઉ પ્રાઇમ મિનિસ્ટર્સ ડિસાઈડ’ CM કેજરીવાલની પસંદગી કેમ બની, જેમણે તેને જેલમાં વાંચવાની ઈચ્છા વ્યક્ત કરી? આ સવાલ દરેકના મનમાં ઉભો થતો હશે.ત્યારે આ પુસ્તકમાં ભારતના છ વડાપ્રધાન કેવી રીતે મોટા નિર્ણય લીધા તેના પર આ પુસ્તક વાત કરે છે. હાઉ પ્રાઇમ મિનિસ્ટર્સ ડિસાઇડ નામથી લખવામાં આવેલા પુસ્તકમાં પુરી પ્રક્રિયા વિશે વાત કરવામાં આવી છે જેમાં વડાપ્રધાનની સ્થિતિ અને મનની સ્થિતિ પર લેખિકાએ જણાવ્યું છે. આ પુસ્તકમાં લેખિકા નીરજા ચૌધરીએ ભારતના વડાપ્રધાનના નિર્ણયો પર વાત કરી છે અને અંતે તેમના નિર્ણયથી કેવી રીતે દેશના ઇતિહાસની દિશા બદલી નાખી તે અંગે કહેવવામાં આવ્યું છે.
Kejriwal sent to judicial custody till April 15, claims PM Modi not doing the right thing
Read @ANI Story | https://t.co/He1ZwF5RQa#PMModi #ArvindKejriwal #delhiexcisepolicy #ED pic.twitter.com/I17VezPkoL
— ANI Digital (@ani_digital) April 1, 2024
લેખકે પુસ્તકમાં છ વડાપ્રધાનો ઉલ્લેખ કર્યો છે
પત્રકાર અને રાજકીય વિવેચક નીરજા ચૌધરીનું આ પુસ્તક સ્વતંત્ર ભારતમાં કેટલાક સૌથી મહત્વપૂર્ણ રાજકીય નિર્ણયો કેવી રીતે લેવામાં આવ્યા તે સમજાવવા માટે છે. લેખકે 1980 થી 2014 વચ્ચે છ વડાપ્રધાનો દ્વારા લેવામાં આવેલા છ મોટા નિર્ણયો વિશે જણાવ્યું છે. આ પુસ્તકમાં લેખકે ઐતિહાસિક મહત્વના છ નિર્ણયોના પ્રિઝમ દ્વારા દેશના વડાપ્રધાનોની કાર્યશૈલીનું વિશ્લેષણ કર્યું છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App