સાઉદીએ મોકલેલા ઓક્સિજન ટેન્કરો પર Reliance પોતાના સ્ટીકરો લગાવી રહ્યું હોવાનો દાવો કેટલો સાચો? જાણો હકીકત

ભારતમાં COVID-19 ની બીજી તરતાએલહેર એ દેશના આરોગ્ય વિભાગના માળખાને વેરવિખેર કરી દીધું છે. જેથી દુનિયાભરના ઘણા દેશોએ રસીઓ, ઓક્સિજન ગેસ, વેન્ટિલેટર, PPE સાધનોની કીટ વગેરે માટે જરૂરી કાચા માલ પૂરા પાડવાનું શરુ કર્યું છે, 26 એપ્રિલે, પીટીઆઈએ અહેવાલ આપ્યો છે કે અદાણી ગ્રુપ અને બ્રિટિશ મલ્ટિનેશનલ લિન્ડેના સહયોગથી સાઉદી અરેબિયા 80 મેટ્રિક ટન પ્રવાહી ઓક્સિજન ભારત મોકલાશે.

ત્યારે આ વચ્ચે એક વિવાદાસ્પદ વિડીયો વાઈરલ કરાઈ રહ્યો છે જેમાં એક ટેન્કર પર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને રિલાયન્સ ફાઉન્ડેશન સ્ટીકર લગાવતા બે શખ્સો દેખાય રહ્યા છે. આ વિડીયોમાં કરાયેલ દાવા મુજબ, રિલાયન્સ સાઉદી અરેબિયા દ્વારા પૂરા પાડવામાં આવેલા ઓક્સિજનનો જશ પોતે લઈ રહ્યું છે, કોવેલા નામની યુઝરે દાવાની સાથે સાથે વીડિયોને ટ્વીટ કર્યો છે. જે હજી સુધી 1500 વાર જોવાઈ ચુક્યો છે.

ફેસબુક યુઝર આલિયા આલીએ વિડિઓ પોસ્ટ કરી છે જેમાં તેને 1000 થી વધુ શેર મળ્યા છે.

શું છે હકીકત?
1 મેના રોજ, ધ હિંદુએ પ્રસિદ્ધ કરેલા એક અહેવાલ મુજબ કે પેટ્રોકેમિકલ જાયન્ટ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (આરઆઈએલ) એ મેડિકલ-ગ્રેડના ઓક્સિજનના ઉત્પાદનને દરરોજ 1000 એમટી સુધી વધારી દીધુ છે, “આ ઉત્પાદન દેશના કુલ મેડિકલ ગ્રેડ લિક્વિડ ઓક્સિજન ઉત્પાદનના 11% હિસ્સો છે” .

રિલાયન્સ ફાઉન્ડેશનના ચીફ નીતા અંબાણીએ કહ્યું, “અમારા જામનગર રિફાઇનરીમાં આવેલા અમારા પ્લાન્ટ્ને ભારતમાં વિતરણ કરવામાં આવતા મેડિકલ-ગ્રેડ લિક્વિડ ઓક્સિજન બનાવવા માટે રાતોરાત ફરી ઉભા કરવામાં આવ્યા છે.” 13 એપ્રિલના રોજ, મહારાષ્ટ્રના શહેરી વિકાસ પ્રધાન એકનાથ શિંદેએ કહ્યું કે રાજ્યને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના જામનગર પ્લાન્ટમાંથી લગભગ 100 મેટ્રિક ટન ઓક્સિજન મળે તેવી સંભાવના છે.

આ બાબતે ફેક્ટચેકિંગ વેબ્સાઈટ ALT ન્યૂઝ સાથે વાત કરતાં, RIL ના પ્રવક્તાએ માહિતી આપતા કહ્યું, “આરઆઈએલે સાઉદી અરેબિયા, જર્મની, બેલ્જિયમ, નેધરલેન્ડ અને થાઇલેન્ડથી 24 ISO કન્ટેનરોની એરલિફ્ટિંગનું આયોજન કર્યું છે, જેમાં પ્રવાહી ઓક્સિજન માટે 500 એમટી નવી પરિવહન ક્ષમતા ઉમેરવામાં આવી છે. છેલ્લા અઠવાડિયામાં, તેઓને અમદાવાદ અથવા જામનગર વિમાનમથક દ્વારા જામનગર રિફાઇનરીમાં પહોંચાડવામાં આવ્યા હતા. ” તેમણે ઉમેર્યું, “વાયરલ થયેલા વીડિયોમાં, જામનગરના ઓક્સિજન પ્લાન્ટમાં કન્ટેનર રવાના કરવામાં આવે તે પહેલાં, એરપોર્ટ પર તેમાંથી એક કન્ટેનર પર સ્ટીકર લગાવવામાં આવી રહ્યું છે.”

પ્રવક્તાએ એરપોર્ટ અને ઓક્સિજન પ્લાન્ટની કેટલીક તસવીરો શેર કરી છે જ્યાં સમાન સ્ટીકરો દેખાય છે. આમ તપાસના અંતે, આરઆઈએલ અને રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા અપાતા ઓક્સિજન કન્ટેનરની વિડિઓ ક્લિપમાં સાઉદી અરેબિયા દ્વારા સપ્લાય કરાયેલ ઓક્સિજન પૂરા પાડવાનો શ્રેય રિલાયન્સ લઈ રહ્યુ હોવાનો દાવો ખોટો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *