અકસ્માત (Accident)ની ઘટનાઓ દિવસેને દિવસે વધતી જણાઈ રાહી છે. એવામાં વધુ એક અકસ્માત સોમવારે સવારે 11 વાગ્યાની આસપાસ અબડાસા (Abdasa)ના નલિયા કોઠારા ધોરીમાર્ગ(Naliya Kothara Highway) પર કાર(car) અને બાઈક(Bike) વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. નલિયા પૈયાથી તરફ બાઈક પર આવી રહેલા ત્રણ યુવાનોને સામેથી આવતી ક્રેટા કારે ટક્કર મારી હતી. જેમાં એક યુવકનું મોત થયું હતું. જ્યારે 2 યુવકોને ગંભીર ઈજા પહોંચતા 108ની મારફતે નલિયા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવાયા હતા. હાલ પોલીસ દ્વારા આ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.
એક યુવકનું સારવાર દરમિયાન મોત:
અકસ્માત બાદ ત્રણેય યુવકોને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. જ્યાં સુરેન્દ્રસિંહ ખડુંભા સોઢાને ફરજ પરના તબીબ દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યા હતા. જ્યારે ગંભીર ઈજાઓ ધરાવતા સમ ઉંમરના હિમ્મતસિંહ દાદુભા સોઢા અને હરદીપસિંહ ડુંગરસિંહ સોઢા નામના બન્ને યુવકોને વધુ સારવાર માટે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.
અકસ્માતમાં યુવકોને ગંભીર ઈજા પહોંચી:
મળતી માહિતી અનુસાર, આ બનાવ નલિયા કોઠારા ધોરીમાર્ગ પર સોમવારે સવારે બન્યો હતો. જેમાં નજીકના પૈયા ગામથી નલિયા તરફ એક બાઈક ઉપર આવી રહેલા ત્રણેય યુવકોને સામેથી આવતી કારે હડફેટે લેતા યુવકો માર્ગ પર ફંગોળાઈ ગયા હતા અને ગંભીરરીતે ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માતના પગલે કારનાં આગળના ભાગે નુકસાન થયેલું જોવા મળ્યું હતું.
અકસ્માત એટલો ભયંકર હતો કે, કાર અને બાઈકના ફુરચે ફુરચા ઉડી ગયા હતા. અલબત્ત ઘાયલ યુવકોને આસપાસના લોકોએ અમ્બ્યુલન્સ મારફતે નલિયા ખાતે ખસેડયા હતા. તેમાં એક નવ યુવકનું મૃત્યુ નીપજ્યું છે. જ્યારે સાથેના અન્ય બે યુવકોને ભુજ વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.