આ છે વિશ્વની સૌથી મોંઘી ફ્રેન્ચ ફ્રાઈસ, ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયું નામ- કિંમત જાણીને આખે અંધારા આવી જશે

અમેરિકાના ન્યુ યોર્કમાં બે રસોઇયાઓએ મળીને વિશ્વની સૌથી મોંઘી ફ્રેન્ચ ફ્રાઈસ બનાવી છે. રસોઇયાએ ફ્રેન્ચ ફ્રાઈઝની આ વાનગીનું નામ Creme de la Creme Pomme Frites…

અમેરિકાના ન્યુ યોર્કમાં બે રસોઇયાઓએ મળીને વિશ્વની સૌથી મોંઘી ફ્રેન્ચ ફ્રાઈસ બનાવી છે. રસોઇયાએ ફ્રેન્ચ ફ્રાઈઝની આ વાનગીનું નામ Creme de la Creme Pomme Frites રાખ્યું છે. સૌથી મોંઘા હોવાને કારણે આ ફ્રેન્ચ ફ્રાઈસનું નામ ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયું છે.

ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સ ડોટ કોમમાં પ્રકાશિત અહેવાલ મુજબ, ન્યુ યોર્ક સ્થિત Serendipty 3 રેસ્ટોરન્ટમાં કામ કરતા શેફ જો અને શેફ જો ફ્રેડ્રિકે વિશ્વની સૌથી મોંઘી ફ્રેન્ચ ફ્રાઈસ બનાવી છે.

રસોઇયાએ કહ્યું છે કે, તેણે વિશ્વના સૌથી મોંઘા ફ્રેન્ચ ફ્રાઈસ બનાવવા માટે ચીપરબેક બટાટા, લેબ્લેન્ક ફ્રેન્ચ શેમ્પેન, ડોમ પેરીગ્નોન શેમ્પેઇન, સરકો, ગુરાન્ડ ટ્રફલ મીઠું, ટ્રફલ તેલ, ઇટાલિયન ચીઝ, ટ્રફલ બટર, ઓર્ગેનિક એ2 ગ્રાસ ફીડ ક્રીમ અને સોનાના કણનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

ચાલો અમે તમને જણાવી દઈએ કે આ ફ્રેન્ચ ફ્રાઈસની કિંમત 200 યુએસ ડોલર એટલે કે આશરે 14,922 રૂપિયા છે. આ એક ઉત્તમ અમેરિકન વાનગી છે. ગિનીઝ બુકમાં ફ્રેન્ચ ફ્રાઈસનું નામ નોંધાયા બાદ શેફ જો અને શેફ જો ફ્રેડ્રિકે ખૂબ ખુશ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *