Fake IPL Tickets in Surat: સુરતમાંથી IPLની નકલી ટિકિટ ઓનલાઈન વેચવાનું કૌભાંડ મુંબઈ સાયબર સેલ દ્વારા ઝડપાયું છે. આ સાથે જ મુંબઈ સાયબર સેલે મુખ્ય સૂત્રધાર સહિત 7 આરોપીની કરી ધરપકડ કરી છે.આ આરોપીઓ IPLની વેબસાઈટ જેવી જ ડુપ્લિકેટ વેબસાઈટ બનાવી છેતરપિંડી(Fake IPL Tickets in Surat) આચરતા હતા. નકલી IPLની વેબસાઇટ બનાવી લોકોને છેતરતા આરોપીની મુંબઇ સાયબર સેલે સુરતથી ઝડપી પાડ્યા છે.
ઠગ લોકો નકલી ટિકિટો વહેંચતા હતા
ડિજિટલાઈઝેશન ભારતને અનેક બાબતોમાં ઘણા મોટા દેશો કરતાં આગળ લઈ ગયું છે. તો ભારતમાં સાયબર હુમલાનું જોખત સતત વધી રહ્યું છે. સાયબર ઠગો લોકો સાથે છેતરપિંડી આચરવા માટે અવનવી તરકીબો અજમાવી રહ્યા છે. ત્યારે આ ઠગોએ IPL મેચમાં પણ કમાઈ લેવા માટે નવો નુસ્ખો શોધી કાઢ્યો હતો, જોકે તેમનો આ નુસ્ખો લાંબા સમય સુધી ચાલ્યો નહીં.
7 આરોપીની ધરપકડ કરવામાં આવી
સુરત શહેરમાંથી મુંબઈ સાયબર સેલે નકલી IPLની વેબસાઈટ બનાવી લોકો સાથે છેતરપિંડી આચરતી આરોપીઓની ટોળકીને ઝડપી પાડી છે. મુંબઈ સાયબર સેલે કુલ 7 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ તમામ ફેક વેબસાઈટ બનાવી લોકો સાથે છેતરપિંડી આચરતા હતા અને નકલી ટિકિટો વેંચીને કમાણી કરતા હતા.
IPLની ટિકિટનું ઓનલાઈન વેચાણ પણ શરૂ કરવામાં આવ્યુ છે. ક્રિકેટ રસીકો લાંબી લાઇનોમાં ઉભા રહેવું ન પડે અને ઘરબેઠા ટિકિટ બુક કરાવી શકે તે માટે ઓનલાઇન બુકીગ કરવામાં આવે છે. આના લીધે ગઠિયાઓ પણ સક્રિય બન્યા હતા.લોકોના આ ઉત્સુકતાનો લાભ લઇ છેતરપિંડી કરતા હતા.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App