રેખા ના પિતાનું નામ કૃષ્ણ મિશ્રા છે. જયારે રેખા 11 વર્ષની હતી ત્યારે એક ગંભીર અકસ્માતને કારણે તેને એક પગ ગુમાવવાનો વારો આવ્યો હતો. 2014 માં અગિયાર વર્ષની રેખા પશ્ચિમ બંગાળના એક ગામના મેળો જોવા ગઈ હતી. તે મેળામાંથી પરત ફરતી વખતે એક રોડ અકસ્માત થયો અને આ ઘટનામાં ઘણા લોકો ઘાયલ થયા હતા. આ ઘટનામાં રેખાના પગ પર ગંભીર ઈજા થઇ હતી. ત્યારબાદ તેને હોસ્પિટલ લઈ જવામાં આવી. તેની સારવાર બાદ ડોક્ટરોએ કહ્યું કે રેખા ને બચાવવી હોય તો તેનો એક પગ કાપવો પડશે.
ત્યારબાદ રેખાના માતા-પિતાએ ડોક્ટરો અને કહ્યું કે, તમે રેખાનો એક કાપી નાખો અને તેને જીવિત રાખો. રેખાના પિતાનું કહેવું છે કે, રેખાને ડાન્સનો ખૂબજ શોખ છે. તેના પિતા ઇચ્છતા હતા કે તે અભ્યાસ કરતા ડાન્સમાં વધારે ધ્યાન આપે. પરંતુ જ્યારે રેખાનો અકસ્માત થાય ત્યારે તેના જીવનમાં બધું જ બદલાઈ ગયું. જ્યારે રેખાએ આ અકસ્માતમાં પોતાનો એક પગ ગુમાવ્યો તેણે એક પગની જગ્યાએ લાકડીએ રાખી લીધી હતી.
રેખાના મિત્રએ તેની મદદ કરી અને તેને સ્કૂલ લઈ જવા અને લાવવાનું કામ કરતાં હતા. જ્યારે રેખા ઘરે આવે છે તો ઘણા કલાકો સુધી નિરાશ એકલી બેસી રહે છે. તે ટીવી જોતાં રહે છે અને ધીરે ધીરે મ્યુઝિકમાં તેને વધારે રસ જાગે છે.રેખાએ પોતાને પ્રોત્સાહિત કરવા માટે પ્રેરક ભાષણ સાંભળ્યું. આવી સ્થિતિમાં તેણે ટીવી અને સોશિયલ મીડિયા પર વીડિયો જોઈને ધીમે ધીમે ડાન્સિંગ શીખ્યું.
એ જ રીતે, થોડા દિવસો પછી, તેણીએ શાળાના કાર્યક્રમોમાં પણ ડાન્સ કરવાનું શરૂ કર્યું. તમને જણાવી દઈએ કે રેખાના મિત્રોએ તેમના ટેલેન્ટને સોશિયલ મીડિયા પર લાવવા માટે મદદ કરે છે. તેમણે ડાન્સના નાના નાના વિડીયો બનાવ્યા અને પછી તેને સોશિયલ મીડિયા પર શેર કરવા લાગ્યા. તે ગામની ગલીઓમાં, ખેતરમાં, પગદંડીમાં ડાન્સ કરતી રહે છે.
રેખા હજી પણ ભણી રહી છે સાથે સાથે ડાન્સ પણ કરી રહ્યા છે. તેને સ્કૂલ અને લોકલ લેવલ પર અનેક ઈનામ પણ જીત્યા છે. રેખા ની ઇચ્છા એવી છે કે તે એક દિવસ ટીવી શોમાં જાય અને તેના માતા પિતા નું નામ રોશન કરે. રેખા સતત મહેનત કરી રહી છે અને સોશિયલ મીડિયામાં તેના વિડિઓ દિવસેને દિવસે વાયરલ થતા રહે છે. આ યુવતીને સો સલામ, એક પગ નથી છતાં તેનો ડાન્સ જોઈને તમે ચોંકી જશો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.