ભૂખ્યા સિંહે પોતાની જ સિંહણ પર હુમલો કરી ઉતારી દીધી મોતને ઘાટ- હિંમત વાળા લોકો જ જોઈ શકશે આ વિડીયો

Published on: 3:21 pm, Sun, 25 July 21

સોશિયલ મીડિયામાં અવારનવાર અનેક વિડીઓ વાયરલ થાય છે. કેટલાય વિડીઓ એવા હશે જેને જોઇને તમે ડરી જતા હશો તો અમુક વિડીઓ એવા હોય છે જે આપણું દિલ જીતી લે છે. ત્યારે અમુક વિડીઓ રમુજી હોય છે. જયારે અનેક વિડીઓ પ્રેરણાત્મક અથવા સૂચનાત્મક હોય છે. ત્યારે આવો જ એક ખતરનાક વિડીઓ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જે વિડીઓ જોઇને તમે હચમચી જશો.

જંગલના રાજા સિંહની શક્તિનો અંદાજો તો બધાને હોય જ છે. માણસ હોય કે પ્રાણી, દરેક સિંહની ગર્જનાથી કંપી ઉઠે છે. એમાં પણ જો સામે ભૂખ્યો સિંહ હોય તો તમારું જીવન બચાવવું અશક્ય છે. ત્યારે હાલમાં એક ભૂખ્યા સિંહનો એક ખતરનાક વિડીઓ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જંગલના બધા પ્રાણીઓને છોડીને સિંહે તેની સિંહણની જ હત્યા કરી નાખી હતી.

સોશિયલ મીડિયા સાઇટ ટ્વિટર પર જંગલનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને લાઈફ એન્ડ નેચર નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. આ વીડીઓમાં એક સિંહ તેમની સિંહણના ગળાને મોઢામાં દબોચી લે છે. સિંહ સિંહણ પર ખુબ જ ગંભીર રીતે હુમલો કરે છે. વિડીઓ જોઇને તમે જ કહી ઉઠશો કે સિંહ ખુબ જ ભૂખ્યો છે. આ વિડીઓ જોઇને તમારા રૂવાડા ઉભા થઇ જશે.

વિડીઓમાં તમે જોઈ શકો છો કે સિંહણે પોતાને બચાવવાનો ખુબ જ પ્રયત્ન કર્યો. સિંહની પકડમાં આવ્યા બાદ સિંહણ જોર જોરથી ચિલ્લાવા લાગી અને તડપતી રહી. આ વિડીઓ જોઇને હર કોઈને સિંહણ પર દયા આવવા લાગે છે. કોઈને વિશ્વાસ નથી આવતો કે એક સિંહ સિંહણનો શિકાર કરવા લાગે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.