ઈ.સ.2020માં સૌરાષ્ટ્ર-ગુજરાતને અસરકરતા પ્રથમ વાવાઝોડુ જેનું નામ નિસર્ગ રખાયું છે. અરબ સાગરમાં ઉઠેલું ડિપ ડિપ્રેશન મંગળવારે ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ ગયું હતું. આ તોફાનનું નામ નિર્સગ છે. જે 13 કિમી/કલાકની ઝડપે મહારાષ્ટ્રના કાંઠા તરફ વધી રહ્યું છે. મોસમ વિભાગના જણાવ્યા અનુસાર, ગત 6 કલાક દરમિયાન 13 કિલોમીટર પ્રતિ કલાકની ગતિ સાથે ઉત્તર મહારાષ્ટ્રના તટ પર વાવાઝોડું આવી રહ્યું છે. ચક્રવાત તોફાન નિસર્ગ ઝડપથી મહારાષ્ટ્ર અને ગુજરાતના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ વાવાઝોડાની અસરથી આગામી 12 કલાકમાં 100 થી 120 કિમી પ્રતિ કલાકની ઝડપે તીવ્ર પવન અને ભારે વરસાદ પડી શકે છે.
3 જુન એટલે કે, આજે રાતે 2.30 વાગ્યે અલીબાગથી 200 કિમી અને મુંબઈથી 250 કિમી દક્ષિણ અને દક્ષિણ-પશ્વિમમાં હતું. હવામાન વિભગના અનુમાન મુજબ, આ તોફાન બપોરે 1 વાગ્યાથી સાંજે 5 વાગ્યા વચ્ચે મહારાષ્ટ્રમાં રાયગઢના હરિહરેશ્વર અને દમણ વચ્ચે 110 કિમી/કલાકની ઝડપે અથડાશે. ત્યાંથી થઈને પહેલા ઉત્તરમુંબઈ, પાલઘરથી થઈને દક્ષિણ ગુજરાત તરફ આગળ વધશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, કુદરતી ચક્રવાત હાલમાં મુંબઇથી લગભગ 150 કિમી દૂર છે. પરંતુ આ વાવાઝોડાના આગમન પહેલા સતત વરસાદ પડી રહ્યો છે. તોફાન દરમિયાન દરિયામાં 6 ફૂટ ઉંચા મોજા ઉછળી રહ્યા છે.
#WATCH: Strong winds and high tides hit Versova Beach in Mumbai. As per IMD,#NisargaCyclone is likely cross south of Alibag (Raigad) between 1pm to 3pm today. pic.twitter.com/xwKhcu5Xyd
— ANI (@ANI) June 3, 2020
મહારાષ્ટ્ર અને ગુજરાતમાં NDRF ની 36 ટીમો તહેનાત કરવામાં આવી
મહારાષ્ટ્રમાં NDRFની 20 ટીમો તેનાત કરવામાં આવી છે. જેમાંથી મુંબઈમાં 8, રાયગઢમાં 5, પાલઘરમાં 2, થાણેમાં 2, રત્નાગિરીમાં 2 અને સિંધુદુર્ગમાં 1 ટીમ રાહત અને બચાવનું કામ કરશે. નૌસેનાએ મુંબઈમાં 5 ફ્લડ રેસ્ક્યૂ ટીમ અને 3 મરજીવાઓની ટીમ તહેનાત કરી દીધી છે. પાલઘર જિલ્લાને પુરી રીતે બંધ કરી દીધો છે. તો બીજી તરફ ગુજરાતમાં NDRFની 16 ટીમોને મોકલવામાં આવી છે. અહીંયાના કાંઠાના જિલ્લામાં 80 હજાર લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં આવ્યા છે. બન્ને રાજ્યોના 11 જિલ્લામાં એલર્ટ છે.
ગઈકાલે ડીપ ડીપ્રેસનની સ્પીડ વધતા તે સાયક્લોનિક સ્ટોર્મમાં ફેરવાયું હતું અને આજે તે વધુ શક્તિશાળી બનીને સિવિયર સાયક્લોનિક સ્ટોર્મમાં ફેરવાઈને જમીન સાથે ટકરાશે. જો કે, પહેલેથીજ આ વાવાઝોડાનો અંદાજિત રૂટ મહારાષ્ટ્રથી મધ્યપ્રદેશ તરફનો છે. જે કારણે દક્ષિણ ગુજરાતના વિસ્તારો અને સૌરાષ્ટ્રમાં તે તરફના અમરેલી, ભાવનગર વિસ્તારોને વધુ અસર થશે. જ્યારે દ્વારકા, પોરબંદર કચ્છ સહિતના વિસ્તારોને ઓછી અસર થશે. હવામાન ખાતા અનુસાર આ વાવાઝોડુ ગુજરાત મહારાષ્ટ્રને સ્પર્શે તે પહેલા ઉત્તર પૂર્વ તરફ ટર્ન લેશે, અર્થાત્ ગુજરાતના આંશિક ભાગ પર વધુ અસર થશે અને સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના અન્ય ભાગ પર પર ખતરો હાલ ઓછો થયો છે. પરંતુ, વરસાદની શક્યતા સમગ્ર રાજ્યમાં છે.
#WATCH Cyclone Nisarga has become a severe cyclonic storm, it’s 200km away from Mumbai. The cyclone is moving northeasterly towards Alibag in Raigad. The severe cyclonic storm is likely to cross south of Alibag between 1 pm to 3pm:IMD Mumbai,Maharashtra; Visuals from Alibag Beach pic.twitter.com/P2GfsecdNr
— ANI (@ANI) June 3, 2020
નિસર્ગની અસર ક્યાં-ક્યાં જોવા મળશે
તોફાનની અસરથી મુંબઈ અને ગોવામાં વરસાદ થઈ રહ્યો છે. બુધવારે મુંબઈમાં 27 સેમીથી વધારે વરસાદ થવાનો અંદાજ છે. સમુદ્રમાં 2 મીટર ઊંચી લહેર ઉઠી હતી. તોફાનની આશંકા વાળા જિલ્લામાં વીજળી પાણીની સપ્લાઈ બંધ કરવામાં આવી રહી છે. દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, સૂરત ઉપરાંત દમણ, દાદરા અને નાગર હવેલીમાં પણ ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે.
#WATCH Gujarat: NDRF (National Disaster Response Force) team has been deployed at Suvali Beach in Surat, in view of impending adverse weather. #CycloneNisarga pic.twitter.com/Ehv5rauRCS
— ANI (@ANI) June 3, 2020
ગુજરાતમાં ભાવનગર, સુરત, ભરુચ તથા આજુબાજુના વિસ્તારોમાં 60થી 90 કિ.મી. સુધી અને નવસારી, વલસાડ સહિત વિસ્તારોમાં 110 કિ.મી. સુધી પવન ફૂંકાય તેવી આગાહી છે. વાવાઝોડાની સૌથી વધુ સ્પીડ તારીખ 3 સુધી રહેશે જે પછીના બે દિવસ ક્રમશઃ ઘટતી જશે.
#WATCH Maharashtra: Strong winds and rain hit North Ratnagiri area. #CycloneNisarga pic.twitter.com/AhvTeTr01P
— ANI (@ANI) June 3, 2020
નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્ર અને ગુજરાતના મુખ્યમંત્રી સાથે વાત કરી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્ર અને ગુજરાતના મુખ્યમંત્રીઓ અને દમણ અને દીવ, દાદરા અને નગર હવેલીના સંચાલકો સાથે વાત કરી છે અને કેન્દ્ર સરકાર તરફથી તમામ શક્ય મદદની ખાતરી આપી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news